સિગારેટ-બીડીના વ્યસનને છોડાવવા માટે લીંબુનું શરબત વધુ અકસીર : રીપોર્ટ

Published: Jun 25, 2019, 06:40 IST | Mumbai

વ્યસ્ત સમયના કારણે વ્યસનની લત લાગી જાય છે. જેમાં મોટા ભાગના લોકો ગુટખા અને સિગારેટનું વ્યસન વધી જાય છે અને આ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

પ્રતિકાત્મક તસ્વિર
પ્રતિકાત્મક તસ્વિર

Mumbai : આજે 21મી સદીની આ ફાસ્ટ લાઇફમાં માણસ એટલો ઝડપથી ભાગી રહ્યો છે કે તે પોતાના શરીર અને સ્વાસ્થય પાછળ પુરતું ધ્યાન નથી આપી શકતો. ત્યારે ઘણા લોકોને પોતાના વ્યસ્ત સમયના કારણે વ્યસનની લત લાગી જાય છે. જેમાં મોટા ભાગના લોકો ગુટખા અને સિગારેટનું વ્યસન વધી જાય છે અને આ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.


ગુટખા-સિગારેટ ખાવાથી કેન્સર સહિત 200થી વધુ રોગોનું જોખમ

ગુટખા અને સિગારેટના વ્યસનથી કેન્સર સહિત 200થી પણ વધુ રોગો થવાનું જોખમ રહેલું છે. જો તમે ધૂમ્રપાન છોડવા માગતા હો તો તમે લીંબુનો જૂસ પીઓ. આ વાત એક સંશોધનમાં સામે આવી છે. થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક સંશોધનમાં શોધ્યું છે કે, લીંબુના રસથી સિગારેટ અને ગુટખાથી શરીરમાં થતું નુકસાન ઘટાડી શકાય છે.


થાઇલેન્ડમાં થયું સંશોધન

થાઇલેન્ડમાં Srinakharinwirot Universityના મેડિસિન વિભાગમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં ધુમ્રપાન છોડવા માગતા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં સામેલ લોકોમાંથી 47 ટકા લોકોને તાજા લીંબુનો રસ અને 53 ટકા લોકોને નિકોટિન ચ્યુઇંગ ગમ ચાવવા આપવામાં આવી હતી. આશરે 12 અઠવાડિયાં સુધી સતત આ લોકોના શરીરમાં કાર્બન મોનોક્સાઇડની માત્રા તપાસવામાં આવી. ત્યારબાદ જાણવા મળ્યું કે જે જૂથને લીંબુનો રસ આપવામાં આવતો હતો તે લોકોમાં પહેલાથી ચોથા અઠવાડિયા સુધી કાર્બન મોનોક્સાઇડની માત્રા રોજિંદા સિગારેટ પીનારા લોકો કરતાં બહુ ઓછી જોવા મળી. આ ઉપરાંત, તેમની ધુમ્રપાન કરવાની ઈચ્છા પણ હવે ઘટી ગઈ હતી.


આ રીતે લીંબુનો જ્યુસ બનાવો

જો તમે ધૂમ્રપાનથી થતા જોખમોથી બચવા અને ધુમ્રપાન છોડવા માગતા હો તો લીંબુમાંથી બનાવેલો આ ખાસ જૂસ તમારી મદદ કરશે. આ લીંબુનો જૂસ તમે ઘરે જ બનાવી શકો છો. લીંબુનો રસ બનાવવા માટે લીલાં-પીળાં લીંબુ, એક ચમચી ખાંડ, એક કપ પાણી અને બરફનો ટૂકડો લો. ત્યારબાદ પીળા અને લીલા લીંબુ કાપી તેને નિચોવીને રસ કાઢી લો. પછી એક કપ પાણીમાં આ રસ મિક્સ કરો અને તેમાં એક ચમચી ખાંડ નાખો. પછી ચમચીથી હલાવી ખાંડ ઓગાળી નાખો. તૈયાર થયેલા આ લીંબુના જૂસને દિવસમાં બે વાર પીઓ.

આ પણ વાંચો : યોગ જીવનનું એક અભિન્ન અંગ છે, જે તન-મનને તંદુરસ્ત રાખે છે

કેવી રીતે કામ કરે છે લીંબુનો રસ?
કાચું લીંબુ એ બિન-ઝેરી પદાર્થ કહેવાય છે અને બજારમાં તે સરળતાથી મળી જાય છે. ધુમ્રપાન કરનારા લોકોનાં શરીરની પેશીઓ વધુ એસિડિક થઈ ગઈ હોય છે. આ જામેલા ક્ષારને લીંબુનો રસ દૂર કરે છે. લીંબુમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મ પણ હોય છે, જે શરીરમાં બેક્ટેરિયાથી થતા અને કોલેરા જેવા ગંભીર રોગોને વધતા અટકાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK