Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચિંતાને ભગાડો ચપટીમાં

24 October, 2012 06:16 AM IST |

ચિંતાને ભગાડો ચપટીમાં

ચિંતાને ભગાડો ચપટીમાં




નીલા સંઘવી




જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક-ક્યારેક વ્યગ્રતા, બેચેની, ઉચાટ થતો હોય છે. પરીક્ષાનું ટેન્શન હોય, નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાનો હોય કે પછી પ્રથમ ડેટ હોય. આવા સમયે ટેન્શનના માર્યા પેટમાં પતંગિયાં ઊડવા માંડે છે. ઘણી જ અસ્વસ્થતાનો અનુભવ થાય છે. જોકે, થોડીક ઍન્ગ્ઝાયટી ઘણી વાર ઉપયોગી નીવડે છે. ઍન્ગ્ઝાયટીને કારણે તમે વધારે અલર્ટ થઈ જાઓ છો. પ્રૉબ્લેમ ત્યારે થાય છે, જ્યારે થોડી વારની અસ્વસ્થતા લાંબો સમય ટકી રહે છે. વધારે પડતી વ્યગ્રતાને કારણે તમે કોઈ પણ કામમાં કૉન્સન્ટ્રેટ નથી કરી શકતા. વળી તમને ચક્કર આવે, હૃદયના ધબકારા વધી જાય અને અનિદ્રાની બીમારી પણ થઈ શકે. ઘણી વાર ઍન્ગ્ઝાયટીને કારણે ડિપ્રેશન આવી જાય, લોકો સાથે હળવા-મળવાનું ન ગમે. ઍન્ગ્ઝાયટી તમારા દિલોદિમાગનો કબજો લઈ લે એ પહેલાં ચેતી જવું જરૂરી છે અને એ માટે સ્ટ્રેસથી દૂર રહેવું જરૂરી છે. વ્યગ્રતા, બેચેની, ઉચાટને ઓછો કરવા માટે પ્રસ્તુત છે થોડી ટિપ્સ :



લો જીઆઇ ફૂડ પસંદ કરો


આપણા મગજને ગ્લુકોઝની સપ્લાય સતત મળતી રહેવી જોઈએ, જેથી એ બરાબર કામ કરી શકે.

બ્લડશુગર લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ મગજને અસર કરે છે, જેને કારણે મૂડ સ્વિંગ્સ, ઍન્ગ્ઝાયટી અને પૅનિક અટૅકનો પણ ભય રહે છે, એથી એવો ખોરાક ખાવો જોઈએ, જેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય. આવો ખોરાક એટલે મલ્ટિગ્રેઇન બ્રેડ, પોરીજ, હોલ વ્હીટ પાસ્તા, બ્રાઉન રાઇસ, શક્કરિયાં, ગાજર, કેળાં અને કઠોળ.

વિટામિન ‘બી’નો ઉપયોગ વધારો

વિટામિન ‘બી’નો પર્યાપ્ત પ્રમાણમાં સમાવેશ કરવો જોઈએ. તંદુરસ્ત નવ્ર્સ સિસ્ટમ માટે બધાં જ વિટામિન ‘બી’ ઉપયોગી છે. બધાં વિટામિન ‘બી’ આપણા મૂડને રેગ્યુલેટ કરનાર ટ્રિપ્ટોફોન નામનું એક અમીનો ઍસિડ, જે સેરેટોનિન નામનું કેમિકલ બનાવવામાં મદદ કરે છે એને કન્ટ્રોલ કરે છે. એક સમતોલ આહાર, જેમાં માંસાહારીઓ માંસ, મચ્છી અને ઈંડાંનું સેવન કરી શકે છે, જ્યારે શાકાહારીઓ લીલાં પાંદડાંવાળી શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ, સૂકા મેવાનું સેવન કરીને પર્યાપ્ત પ્રમાણમાં વિટામિન ‘બી’ મેળવી શકે છે, પણ જો તમે આહારમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન ‘બી’ ન લેતા હો તો વિટામિન ‘બી’નાં સપ્લિમેન્ટ લેવાં જરૂરી છે.

પુષ્કળ પાણી પીઓ

આપણા મગજને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે પર્યાપ્ત પાણી પીવું જોઈએ. થોડું ડીહાઇડ્રેશન પણ મગજને અસર કરી શકે છે. જો તમે રેસ્ટલેસનેસ અને ઇરિટેબિલિટીનો અનુભવ કરતા હો તો એ ડીહાઇડ્રેશનનાં લક્ષણ છે એ સમજી લેજો. નિષ્ણાતો રોજનું દોઢથી અઢી લિટર પાણી પીવાની ભલામણ કરે છે.

ધૂમ્રપાન નહીં


જો તમે સ્ટ્રેસ્ડ અને ડિપ્રેસ્ડ હો તો તમારી ઉદાસી અને દુ:ખને દૂર કરવા માટે તમે કદાચ આલ્કોહોલના સેવન માટે લાલચમાં આવી જાવ, કારણ કે આલ્કોહોલના સેવનથી થોડા સમય સુધી તમને કદાચ શાંતિ લાગી શકે. યુકેમાં તાજેતરમાં થયેલો એક અભ્યાસ જણાવે છે કે જે લોકો ઍન્ગ્ઝાયટીથી પીડાતા હોય તેઓ વધારે પડતા આલ્કોહોલનું સેવન કરે છે. ખરેખર તો જો તમે ઍન્ગ્ઝાયટી રિલેટેડ પ્રૉબ્લેમથી પીડાતા હો તો તમારે આલ્કોહોલના સેવનને ઓછું કરવું જોઈએ અને જો સાવ જ બંધ કરી શકો તો બેસ્ટ. એક વાર તમે આલ્કોહોલનું સેવન કરો એટલે વધારે વ્યગ્ર થઈ જાઓ છો, કારણ કે આલ્કોહોલમાં ડિપ્રેશન-ઇફેક્ટ છે. એ જ રીતે સ્મોકિંગ કે તંબાકુના સેવનથી પણ દુર રહેવું જોઇએ.

સ્નાન કરો

રાત્રે સૂતાં પહેલાં સ્નાન કરવાનું રાખો. સ્નાન શારીરિક અને માનસિક રીતે શાતા આપે છે અને ટેન્શન દૂર કરે છે. એમાંય જો તમે પાણીમાં રિલૅક્સિંગ અસેન્શિયલ ઑઇલ જેવાં કે લેવેન્ડર કે કેમોમાઇલ નાખશો તો ઓર મજા આવી જશે.

ચલને કા નામ ઝિંદગી


માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે ચાલવાથી વધારે કોઈ સારી કસરત નથી. યુએસમાં થયેલા એક અભ્યાસ મુજબ મેનોપૉઝમાં આવેલી સ્ત્રી જો અઠવાડિયામાં પાંચ દિવસ ૪૦ મિનિટ ચાલવાનું રાખે તો તેને સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનમાં સારો એવો ફાયદો થાય છે. થોડો પણ સમય કાઢીને રોજ ચાલવું હિતાવહ છે.

સ્ટ્રેસ ડાયરી


તમે એક સ્ટ્રેસ ડાયરી રાખો, જેમાં તમને કેવી પરિસ્થિતિમાં, કેવા સમયે, કયા સ્થળે અને કેવા લોકોને મળવાથી સ્ટ્રેસ થાય છે એની નોંધ કરો. ઘણા સમય સુધી આ બધાની નોંધ કરવાને કારણે તમને ખ્યાલ આવી જશે કે તમને સ્ટ્રેસ કઈ રીતે થાય છે. પછી તમે આ બધી જ બાબતો પર વિચાર કરો અને તમારી જાતને પ્રશ્ન પૂછો - શું હું આ બાબતોથી દૂર રહી શકું છું?

દાખલા તરીકે કામ પર જતી વખતે તમને ડ્રાઇવિંગ કરતી વખતે સ્ટ્રેસ થાય છે, કારણ કે તમે રશ-અવર્સમાં કામ પર જવા નીકળો છો તો સ્ટ્રેસ નિવારવા ક્યાં તો તમે થોડો સમય વહેલા નીકળો અથવા થોડો સમય મોડા નીકળો અથવા તો પછી કાર પુલનો લાભ લો અથવા શક્ય હોય તો ડ્રાઇવર રાખી લો.

જરા ધીરે-ધીરે

શહેરોમાં રહેતા લોકો બહુ જ ફાસ્ટ-લાઇફ જીવે છે. આખો દિવસ કામ, સંબંધો, પરિવાર, સમાજ, કમિટમેન્ટ વચ્ચે અથડાતા રહે છે. આ બધાને કારણે આપણે દરરોજ સતત અર્જન્સીની લાગણીનો અનુભવ કરીએ છીએ. આ અંતહીન દબાણની લાગણી આપણને અધીર બનાવી દે છે, તેથી આપણે લાઇનમાં ઊભા રહેવું પડે છે. બસ, ટ્રેન લેટ થાય છે અથવા ટ્રાફિકમાં અટવાઈ જવાનું બને છે ત્યારે ભડકી જઈએ છે. આવા સમયે સ્ટ્રેસ લેવાને બદલે એને ધૈર્ય માટેની એક તક ગણો અને વિચારવાનો કે વાંચવાનો કે સંગીત સાંભળવાનો સમય મળી ગયો છે એમ માનો. બધી જ જગ્યાએ હંમેશાં ઉતાવળમાં જ રહેવાને બદલે જરા ધીરા પડો.

ઊંડા શ્વાસ લો

જ્યારે આપણે સ્ટ્રેસફુલ કે ચિંતિત હોઈએ છીએ ત્યારે આપણા શ્વાસોશ્વાસ છીછરા થઈ જાય છે અને ઘણી વાર તો કંઈ પણ સમજ્યા વગર આપણે થોડી વાર આપણો શ્વાસ રોકી લઈએ છીએ એને બદલે ધીરેથી ઊંડા શ્વાસ લેવાથી હાર્ટ-રેટ ધીમા થાય છે, મસલ્સ રિલૅક્સ થાય છે અને ટેન્શન રિલીઝ થાય છે. નાકથી ઊંડા શ્વાસ લેવાને કારણે મગજના ઇમોશન સેન્ટરમાં રક્તનું ઉષ્ણતામાન ઓછું થાય છે, જેને કારણે મૂડ બૂસ્ટર હોર્મોન સેરોટોનિનનું ઉત્પાદન વધે છે.

થોડું ચાલે

થોડીક ઍન્ગ્ઝાયટી ઘણી વાર ઉપયોગી નીવડે છે. ઍન્ગ્ઝાયટીને કારણે તમે વધારે અલર્ટ થઈ જાઓ છો. જોકે પ્રૉબ્લેમ ત્યારે થાય છે, જ્યારે થોડી વારની અસ્વસ્થતા લાંબો સમય ટકી રહે

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2012 06:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK