Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Reliance JioPhone 3ની આ છે અંદાજીત કિંમત, જાણો ફીચર્સ

Reliance JioPhone 3ની આ છે અંદાજીત કિંમત, જાણો ફીચર્સ

10 August, 2019 03:40 PM IST | મુંબઈ

Reliance JioPhone 3ની આ છે અંદાજીત કિંમત, જાણો ફીચર્સ

Reliance JioPhone 3ની આ છે અંદાજીત કિંમત, જાણો ફીચર્સ


રિલાયન્સ જીયો 12 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક જનરલ મીટિંગમાં મોટી જાહેરાતો કરી શકે છે. હાર્ડવેર લોન્ચ ઉપરાંત કંપની આ મીટિંગમાં જીયો ફોન 3 લોન્ચ કરી શકે છે. રિલાયન્સ જીયોની ત્રીજી જનરેશનના જીયો ફોન પર કામ ચાલી રહ્યું છે, આ ચર્ચા લાંબા સમયથી ચાલે છે. જીયો ફોન 3 નવા ફોરજી સ્માર્ટ ફીચર ફોનમાં મીડિયા ટેક ચીપસેટ સાથે આવશે. કંપનીએ પોતાના જીયો ફોન માટે ક્વાલકોમ અને યુનિચોકના ચિપસેટનો ઉપયોગ કરી રહી છે. ETના રિપોર્ટ પ્રમામે મીડિયાટેકે કન્ફર્મ કર્યું છે કે તે રિલાયન્સ જીયોના આગામી જનરેશન ફોરજી ફીચર ફોન માટે KaiOS પર કામ કરી રહી છે. જો કે આ રિપોર્ટ કેટલો સાચો છે કે નહીં તેનો અમે કોઈ દાવો નથી કરતા.

JioPhone 3



રિપોર્ટ પ્રમાણે મીડિયા ટેક સાથે આગામી જીયો ફોન 3 ભારતમાં આગામી કેટલાક મહિનામાં ઉપલબ્ધ થઈ જશે. જીયો આ ડિવાઈસની જાહેરાત પોતાની 12 ઓગસ્ટની AGMમાં કરી શકે છે. કંપનીની યોજના શરૂઆતમાં મીડિયા ટેક સાથે Reliance Lyf ફોન પર કામ કરવાની હતી. જે ગૂગલના એન્ડ્રોઈડ Go પ્લેટફોર્મ પર ચાલે છે. જો કે કંપનીનું ફોક આગામી સ્માર્ટ ફીચર ફોન પર રહેશે.


આ પણ વાંચોઃ Whatsapp પર ટુંક સમયમાં 5 નવા રસપ્રદ ફિચર્સ આવી રહ્યા છે

જીયો ફોન 3 જિયો ફોન 2 કરતા અપગ્રેડ હશે તે જગજાહેર છે. જીયો ફોન 2ની કિંમત 2999 છે. આ ફોનમાં 2.4 ઈંચ QVGA ડિસ્પલે, 512MB રૅમ અને 4 GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં સ્ટોરેજ વધારવા માટે માઈક્રોએસડી કાર્ડ સ્લોટ પણ અપાયો છે. સ્માર્ટ ફીચર ફોનમાં 2MP રિયર કેમેરા અને VGA ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G VoLTE, FM રેડિયો, બ્લૂટૂથ, વાઈફાઈ આપવામાં આવી છે. JioPhone 2માં 2000mA બેટરી આપવામાં આવી છે. જીયો ફોન અને જીયો ફોન 2 બંનેમાં ફેસબુક, વ્હોટ્સ એપ અને યુટ્યુબ એપ્સ સાથે આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 03:40 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK