Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Reliance Jio એ અમરનાથ યાત્રીઓ માટે વિશેષ પ્લાન લોન્ચ કર્યો

Reliance Jio એ અમરનાથ યાત્રીઓ માટે વિશેષ પ્લાન લોન્ચ કર્યો

05 July, 2019 10:18 PM IST | Mumbai

Reliance Jio એ અમરનાથ યાત્રીઓ માટે વિશેષ પ્લાન લોન્ચ કર્યો

અમરનાથ યાત્રીકો માટે રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યો વિશેષ પ્લાન

અમરનાથ યાત્રીકો માટે રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યો વિશેષ પ્લાન


Mumbai : ભારતીય ટેલિકોમ ક્ષેત્રે મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોને લોન્ચ કરીને પોતાના તમામ હરીફોને જડબાતોડ જવાબ આપી દીધો હતો. ત્યાર બાદ જિયોની મુખ્ય જવાબદારી પોતાના બનેલા નવા ગ્રાહકોને જાળની રાખવાની અને વધુને વધુ ગ્રાહકો જોડાય તેની હતી. ત્યારે પોતાના આ જવાબદારી નિભાવતા રિલાયન્સ જિયોએ અમરનાખ યાત્રીકો માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં જિયોએ આ અમરનાથ યાત્રીકો માટે જમ્મુ અને કાશ્મીરમાં 102 રૂપિયાનો વિશેષ પ્રિપેડ પ્લાન લોન્ચ કરીને યાત્રીકોને ખુશ કરી દીધા છે.


ભારતમાં અમરનાથની યાત્રા અતિ પવિત્ર માનવામાં આવે છે



દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રિપેડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં રોમિંગ પર તેમનાં પ્રિપેડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રિપેડ સિમ લેવું પડે છે.સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.



ગુજરાતમાં જિયોના 6.86 કરોડ યુઝર્સ

લેટેસ્ટ મળી રહેલ આકડા પ્રમાણે ગુજરાતમાં રિલાયન્સ જિયોના આશરે 6.86 કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે 95 ટકા પ્રિપેડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિઓએ જમ્મુ અને કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ જિઓ રિટેલર્સ પાસેથી લઈ શકાશે, જે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે. આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલ, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા, પછી અનલિમિટેડ 64કેબીપીએસ ડેટા) અને 7દિવસની વેલેડિટી ધરાવે છે.



આ પણ જુઓ : Budget 2019: જાણો કેવું છે બજેટ પર નેટિઝન્સનું રીએકશન્સ, મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

કેવી રીતે પ્લાનની પસંદગી કરશો
આ પ્લાન જિઓ એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાય, કારણ કે જિઓ પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છે, જેઓ પ્રિપેડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રિપેડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીના પડકારનો સામનો કરવો પડે છે. હવે યાત્રાળુઓ જિઓમાંથી જમ્મુ કાશ્મીરમાં નવું લોકલ પ્રિપેડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવા લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે 7-દિવસ અનલિમિટેડ પ્રિપેડ પ્લાન પર નાણાંની સામે શ્રેષ્ઠ સુવિધા મેળવી શકે છે તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 10:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK