પહેલી ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી છતાં હું તેને ભૂલી નથી શકતો, શું કરું?

Published: 22nd August, 2012 05:45 IST

    હાલમાં હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. છેલ્લા એક વરસથી મારું આ જ કૉલેજમાં ભણતી એક છોકરી સાથે અફેર હતું. લગભગ દોઢ મહિના પહેલાં જ મારું બ્રેક-અપ થયું છે. નાના-નાના મતભેદો અને ઝઘડાઓ પછી તેણે મને છોડી જવાનો નિર્ણય લઈ લીધો.

miss-girl-friend(સવાલ સેજલને - સેજલ પટેલ) 

સવાલ : હાલમાં હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. છેલ્લા એક વરસથી મારું આ જ કૉલેજમાં ભણતી એક છોકરી સાથે અફેર હતું. લગભગ દોઢ મહિના પહેલાં જ મારું બ્રેક-અપ થયું છે. નાના-નાના મતભેદો અને ઝઘડાઓ પછી તેણે મને છોડી જવાનો નિર્ણય લઈ લીધો. એ પછીના દિવસો મારા માટે નરક સમાન ગયા. હું ખૂબ હર્ટ થયેલો ને મને લાગેલું કે કોઈ છોકરી મને પસંદ નહીં કરે. હું ગુમસૂમ રહેતો હતો. એવામાં મારા જ એક ગ્રુપની બીજી છોકરીએ મને પ્રપોઝ કર્યું. મને સમજાયું નહીં કે હું શું કરું? પહેલી જ વારમાં મને એટલું ગમ્યું કે કોઈ હજી મને પસંદ કરે છે. એટલે મેં પ્રપોઝલ સ્વીકારી  લીધી. તેની સાથે બે-ત્રણ વાર કૉફી પીવા અને ઈવનિંગ ઈવેન્ટ્સમાં ગયો છું, પણ હજી હું મારી પહેલી ગર્લફ્રેન્ડને ભૂલી નથી શક્યો. અત્યારે હું બીજી છોકરી સાથે ફરું છું, પણ તેને હું પહેલી ગર્લફ્રેન્ડની જેમ દિલથી ચાહતો નથી. ક્યારેક વિચારું છું તો મને લાગે છે કે હકીકતમાં તો આ બીજી છોકરી વધુ સારી કહેવાય જેણે મને હું ખરાબ મૂડમાં હતો ત્યારે સાથ આપ્યો. જે હર્ટ કરી ગઈ છે તેને ભૂલવા શું કરવું? મારો એક ફ્રેન્ડ કહે છે કે મેં બીજો સંબંધ બાંધવામાં ઉતાવળ કરી લીધી છે, પણ મને નથી સમજાતું કે બીજો સંબંધ બાંધવાને અને પહેલા સંબંધને ભૂલવાને શું લેવાદેવા હોય? એક જ મહિનો નવા સંબંધને થયો છે. નવી ગર્લફ્રેન્ડને લાગે છે કે હું રોમૅન્ટિક નથી એટલે તે જાતજાતની ડિમાન્ડ્સ કરે છે. તેની સાથે હોઉં ત્યારે મને પહેલી ગર્લફ્રેન્ડની યાદ ખૂબ તીવ્ર થઈ જાય છે. સમજાતું નથી કે હું ખરેખર બીજી છોકરીને પસંદ કરું છું કે પહેલીને?

- વિક્રોલી

જવાબ : કોઈ સંબંધ તૂટે ત્યારે એનાં કેટલાક કારણો હોય છે. બ્રેક-અપ પછીનો કેટલોક સમય એવો હોય છે જેમાં તમે સંસ્મરણો વાગોળો છો. એને કારણે ગમની લાગણી પેદા થાય છે. પહેલી ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી એટલે તમે હર્ટ થયા ને એ જ કારણોસર તમે બીજા સંબંધમાં પડવાની ઉતાવળ કરી લીધી. તમને લાગ્યું કે મને પસંદ કરનારું પણ કોઈક છે. આ સંબંધને તમે ના પાડશો તો પછી કોઈ તમને પસંદ નહીં કરે. મતલબ કે તમે સ્વસ્થ અભિગમથી નવો સંબંધ શરૂ નથી કર્યોઽ મનમાં કોઈ ગ્રંથિ બાંધીને નવા સંબંધને સ્વીકાર્યો છે.

બ્રેક-અપ થયાના પંદર જ દિવસમાં તમે બીજી ગર્લફ્રેન્ડ પણ બનાવી લીધી. એને કારણે તમને ફરીથી સિંગલ હોવાની ફીલિંગ મળી જ નહીં. મને લાગે છે કે તમે થોડીક ઉતાવળ તો કરી જ છે, પણ હવે બીજી ગર્લફ્રેન્ડ સાથે પણ બ્રેક-અપ કરી લેવાની જરૂર નથી. તમે તેને સાચી વાત કરો કે તમે હજી જૂના સંબંધની યાદોમાંથી પૂરેપૂરા બહાર નથી આવ્યા ને એ માટે તમે થોડોક સમય ફરીથી એકલા ગાળવા ઇચ્છા છો. જો તે સમજુ હશે તો માની જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK