ગર્લફ્રેન્ડ સાથે ગેરસમજ થઈ હોવાથી બ્રેક-અપ કરી દીધું; હવે તે નથી માનતી

Published: Dec 28, 2011, 07:16 IST

હું ૨૦ વર્ષનો છું. કૉલેજમાં છેલ્લા એક વરસથી મારી એક ગર્લફ્રેન્ડ હતી. આ પહેલાં પણ મારે બે ગર્લફ્રેન્ડ હતી. તેમની સાથે બ્રેક-અપ થયું ત્યારે એટલું દુ:ખ નહોતું થયું જેટલું આ ત્રીજા સંબંધ માટે થાય છે.



(સવાલ સેજલને-સેજલ પટેલ)

સવાલ : હું ૨૦ વર્ષનો છું. કૉલેજમાં છેલ્લા એક વરસથી મારી એક ગર્લફ્રેન્ડ હતી. આ પહેલાં પણ મારે બે ગર્લફ્રેન્ડ હતી. તેમની સાથે બ્રેક-અપ થયું ત્યારે એટલું દુ:ખ નહોતું થયું જેટલું આ ત્રીજા સંબંધ માટે થાય છે. ત્રણ મહિના પહેલાં અમારું બ્રેક-અપ થયું હતું. એ વખતે અમારી વચ્ચે ખૂબ નાની-નાની બાબતે ઝઘડા થતા હતા ને એમાં તેની પઝેસિવનેસ વધતી જતી હોય એવું લાગતાં મને ગુસ્સો આવ્યો. મારે શું કરવાનું ને કોની સાથે ફરવાનું એ બધું જ તે કન્ટ્રોલ કરતી હોય એવું લાગતું હતું. મારા એક ફ્રેન્ડ સાથેની દોસ્તી હું ન તોડું તો તે મને છોડીને જતી રહેશે એવી શરત તેણે મૂકેલી. મને લાગેલું કે તે વધુપડતું કન્ટ્રોલ કરવાની કોશિશ કરે છે એટલે મેં તેને છોડી દેવાનું સ્વીકારી લીધું. ને એમ અચાનક જ બ્રેક-અપ થઈ ગયું. એક જ કૉલેજમાં ભણતાં હતાં, કૉમન ફ્રેન્ડ્સની વચ્ચે ફરતાં હોવા છતાં અમે અજનબીની જેમ જ વર્તતાં. નસીબજોકે જે છોકરા સાથેની દોસ્તી તોડવાની વાત તેણે કરેલી એ છોકરો ડ્રગ્સ લે છે એવી ખબર પડી ને એટલે તેને કૉલેજની હૉસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ત્યારે મને સમજાયું કે મારી ગર્લફ્રેન્ડ સાચું કહી રહી હતી. જોકે મને આ સમજાય એ પહેલાં તો તે અમારી જ કૉલેજના બીજા એક છોકરા સાથે જોડાઈ ગઈ હતી ને આ નવો છોકરો અમારા ગ્રુપમાં પણ જોડાઈ ગયો. આ વાતને એક મહિનો થયો છે. તે પેલા બીજા છોકરા સાથે નજીક આવી ગઈ છે. એ જોઈને મને ખૂબ હર્ટ થાય છે. તે મારા ભલા માટે કહી રહી હતી એ વાત મને ન સમજાઈ એને કારણે આ બધું થયું. હું ફરીથી તેની સાથે દોસ્તી કરવા માગું છું, પણ હવે તે ભાવ નથી આપતી. ગુþપ સિવાય ક્યાંય એકલી મળવા તૈયાર નથી. હું બ્રેક-અપ વખતે ગુસ્સામાં ઘણું બોલી ગયેલો એને કારણે હવે બાજી હાથમાંથી નીકળી ગઈ છે. આઇ વૉન્ટ હર બૅક ઍની હાઉ. પ્લીઝ ગાઇડ મી.

- ખાર

જવાબ : ધનુષ્ય પરથી છૂટેલું બાણ અને મોંમાંથી છૂટેલાં કડવાં વેણ કદી પાછાં નથી આવતાં. ગુસ્સામાં આવીને છૂટેલાં વાગ્બાણ હૃદયને વીંધી નાખે એવાં હોય છે. તમે એનાથી તમારા સંબંધને વીંધી નાખ્યો છે. જો બીજા દિવસે સવારે ઊઠીને તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો હોત અને તમે તેની માફી માગી લીધી હોત તો બાજી હાથથી ન જાત. હવે જ્યારે તે તમારા જ ગ્રુપના બીજા છોકરા સાથે જોડાઈ ગઈ છે ત્યારે પસ્તાઈને ફાયદો નથી. તમારી ભૂલને કારણે તે તમારાથી છૂટી પડી છે અને હવે જ્યારે તે બીજે સંકળાઈ ચૂકી છે ત્યારે એ સંબંધને તોડવામાં નિમિત્ત ન બનવું જોઈએ.

તમે એક જ ગ્રુપમાં છો એને કારણે કદાચ પોતાની ગર્લફ્રેન્ડને બીજા સાથે જોઈને તકલીફ થતી હશે. જોકે એનો હવે કોઈ ઉપાય નથી. તમે જો ખરેખર તેને પ્રેમ કરતા હો અને તેની ખુશી ચાહતા હો તો તેને તેની ખુશીઓ મળે એવી ભાવના કેળવો એ જરૂરી છે. હવે બને તો તમારા ગુસ્સા પર કાબૂ કેળવતાં શીખજો.

અલબત્ત, તમે હજીયે એક કામ કરી શકો છો. તમારી વચ્ચે જે ઝઘડો થયેલો એમાં તમને તમારી ભૂલ સમજાઈ છે એનો એકરાર જરૂર તેની પાસે કરી શકો છો. કદાચ એમ કરવાથી તમારા દિલને થોડુંક સારું લાગશે. ભૂલ સ્વીકારવાથી તે તમારી પાસે પાછી આવી જશે એવી આશા ન રાખતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK