(સવાલ સેજલને-સેજલ પટેલ)
સવાલ : હું ૨૮ વરસની છું. એક વાર લગ્ન થઈ ચૂક્યાં છે. જોકે સાસરિયાંઓના ત્રાસને કારણે દોઢ વરસમાં જ હું પિયર પાછી આવી ગઈ હતી. અત્યારે છૂટાછેડા માટેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વાતને બે વરસ થઈ ગયાં છે ને હાલમાં હું મમ્મી-પપ્પા સાથે રહું છું. સાસરેથી પાછા આવ્યા પછી મેં નોકરી ચાલુ કરીને મન એમાં પરોવી દીધું હતું. મારી ઑફિસના એક યુવક સાથે મને ફાવી ગયું છે. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. તે અવારનવાર મને ઘરે મૂકવા પણ આવે છે ને એ વખતે મારા પેરન્ટ્સે તેને જોયો પણ છે. તે મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ મારી મમ્મી મને આ સંબંધમાં ઝડપથી આગળ વધવાની ના પાડે છે. અમે અઠવાડિયામાં બેથી ત્રણ સાંજ સાથે વિતાવીએ છીએ એને એ એકદમ રોમૅન્ટિક બનાવી દે છે. અમે ફિઝિકલી પણ આગળ વધી ચૂક્યાં છીએ, પણ મમ્મીને એની ખબર નથી. મારી મમ્મીનું કહેવું છે કે આ છોકરો ખૂબ પઝેસિવ છે. હા, તે મને વારંવાર હું ક્યાં છું, શું કરું છું ને કોની સાથે છું એવુંબધું પૂછ્યા કરે છે; પણ એમાં તેની ચિંતા હોય છે. ક્યારેક તે ઑફિસમાં કામ કરતા લોકોને ફોન કરીને મારા વિશે પૂછ્યા કરે છે. અમારા સંબંધો વિશે પણ તેણે ઑફિસમાં જાહેર કરી દીધું છે. ક્યારેક તો હું ઇન્ટરનેટ પર બીજા કોઈની સાથે ચૅટિંગ પણ કરતી હોઉં તો એય તેને નથી ગમતું. તે મને એટલો પ્રેમ કરે છે કે તે મને બીજા કોઈની સાથે સાંખી નથી શકતો. જ્યારે મારી મમ્મી કહે છે કે જ્યાં સુધી ડિવૉર્સ થાળે ન પડે ત્યાં સુધી મારે આ સંબંધને જાહેર ન કરવો જોઈએ. આ છોકરો ભલે ખૂબ કાળજી બતાવતો હોય, લગ્નની વાત કન્ફર્મ ન થાય ત્યાં સુધી બને એટલું અન્ડરકવર જ રહેવું. તેની કાળજી પણ મમ્મીને તો ખોટી જ લાગે છે. મને ખૂબ અકળામણ થઈ રહી છે, આગળ કેવી રીતે વધવું?
- ચારકોપ
જવાબ : તમારી મમ્મી જે કંઈ પણ કહી રહી છે એની પર ઠંડા દિમાગથી વિચાર કરવો જરૂરી છે. તમે એક વાર લગ્નસંબંધમાં ઠોકર ખાઈ ચૂક્યાં છો, હવે ફરીથી કોઈ ઉતાવળિયા નિર્ણય લઈને જિંદગી વધુ કઠિન ન થઈ જાય એ માટે તમારી મમ્મીની તકેદારીઓ યોગ્ય જ છે. તમારે સૌથી પહેલું ફોકસ જલદીથી ડિવૉર્સ મળે એ રાખવું જોઈએ.
એ યુવક અત્યારથી જ તમે કોને મળો છો અને કોની સાથે વાત કરો છો એની આટલીબધી ચોકી રાખતો હોય એને પ્રેમની પઝેસિવનેસ કહીને તમે રાજી થાઓ છો, પણ શું તમે જિંદગીભર દર કલાકનો હિસાબ આપવો પડે એવી જડબેસલાક પઝેસિવનેસ સહન કરી શકશો ખરાં? તમે ફિઝિકલી ઇન્ટિમેટ થઈ ચૂક્યાં છો એટલે એક પ્રકારનું ઇમોશનલ બૉન્ડ બંધાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ એને કારણે તમારે વધુ તકેદારીઓ પણ રાખવી જરૂરી છે.
તમારો ફ્રેન્ડ હોવો જોઈએ એના કરતાં કદાચ વધારે જ કૅરિંગ છે. કાળજી હોય તો તે તમારી પરિસ્થિતિ સમજે, પરંતુ શું તે અત્યારે તમારી પરિસ્થિતિ સમજી રહ્યો છે ખરો? હજી તમારા ડિવૉર્સ નથી થયા ત્યારે આવી વાતો ફેલાવવી શું તમારા માટે સારી છે? તમે કહેશો કે તે તો પ્રેમમાં પાગલ છે એટલે આવું કરે છે. તમારી લાઇફને હર્ટ કરે એવી ચીજો તે આખી જિંદગી કરતો રહે તો શું તમે તેના આ પાગલપણને ચલાવી લઈ શકશો? જસ્ટ થિન્ક.
શું એવું બને ખરું કે પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન ગોળીને કારણે ડીલે થઈ જાય?
3rd March, 2021 11:16 ISTમૅસ્ટરબેશન કરતી વખતે સ્કિન પાછળ ખેંચવામાં ખૂબ જ તકલીફ પડે છે.
2nd March, 2021 11:19 ISTમારો BF એક્સાઇટમેન્ટમાં મારી સ્કિનને હર્ટ કરી દે છે શું એ નૉર્મલ છે?
1st March, 2021 11:23 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 IST