મારા દૂરના કઝિન બ્રધર સાથે છુપાઈને લગ્ન કરી લીધાં છે ને હવે હું પ્રેગ્નન્ટ છું, શું કરું?

Published: 13th December, 2011 08:24 IST

હું ૨૩ વર્ષની છું. મારા દૂરનાં ફોઈને ટ્વિન્સ છોકરાઓ છે. હું અને મારી એક ફ્રેન્ડ બન્ને આ ભાઈઓના પ્રેમમાં પડી ગયાં છીએ. હું જેને પ્રેમ કરું છું એ મારો દૂરનો કઝિન બ્રધર થતો હોવાથી અમારાથી લગ્નની વાત થઈ શકે એમ નહોતી, પણ મારી ફ્રેન્ડની વાત આગળ વધી ગઈ ને હજી ચાર મહિના પહેલાં જ તેનાં લગ્ન થઈ ગયાં છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૩ વર્ષની છું. મારા દૂરનાં ફોઈને ટ્વિન્સ છોકરાઓ છે. હું અને મારી એક ફ્રેન્ડ બન્ને આ ભાઈઓના પ્રેમમાં પડી ગયાં છીએ. હું જેને પ્રેમ કરું છું એ મારો દૂરનો કઝિન બ્રધર થતો હોવાથી અમારાથી લગ્નની વાત થઈ શકે એમ નહોતી, પણ મારી ફ્રેન્ડની વાત આગળ વધી ગઈ ને હજી ચાર મહિના પહેલાં જ તેનાં લગ્ન થઈ ગયાં છે. અમારા આ સંબંધ વિશે મારી ફ્રેન્ડ અને તેના ભાઈ સિવાય કોઈને ખબર નથી. સમસ્યા એ છે કે એ બેઉની સાક્ષીમાં અમે બેઉએ મંદિરમાં લગ્ન કરી લીધાં છે. પતિ-પત્ની જેવા જ સંબંધો પણ ધરાવીએ છીએ. એને કારણે અમે એક મુસીબતમાં ફસાઈ ગયાં છીએ. હું પ્રેગ્નન્ટ થઈ ગઈ છું. અમારા બન્નેનાં ઘરોમાં કહેવાની હિંમત નથી થતી. મારી ફ્રેન્ડ કહે છે કે જો ઘરે કહી શકાતું ન હોય તો તમે બન્ને ભાગીને લગ્ન કરી લો, પણ અમે તો લગ્ન પણ કરી લીધેલાં છે ત્યારે હવે સમાજમાં એ જાહેર કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી. 

માંડ તેના ઘરમાં અમારા સંબંધ વિશે વાત કરી પણ એમાં એવો જબરજસ્ત વિરોધ થયો છે કે ન પૂછો વાત. તેના પપ્પા મારે ઘરે આવી ગયા ને મોટો ઝઘડો માંડ્યો. મારા પેરન્ટ્સને તો ત્યારે જ અમારા સંબંધની અને મારી પ્રેગ્નન્સીની વાત ખબર પડી. એને કારણે બધાના ગયા પછી તેમણે મને ખૂબ મારી. માર ખાવાનો વાંધો નથી, પણ હજીય તેઓ અમારાં લગ્ન કરાવી આપવા તૈયાર નથી. ખરેખર ખૂબ જ દૂરની સગાઈ થાય છે એટલે અમે બેઉ ભાઈ-બહેન કહેવાઈએ જ નહીં. આ તો અમારા પરિવારોને સારું બનતું હતું એટલે ભાઈ-બહેનના સંબંધો આગળ કરાવાયા છે. મારી ફ્રેન્ડ અને તેના ભાઈએ પણ જ્યારે અમારો પક્ષ લીધો ત્યારે તેમને પણ ખરુંખોટું સંભળાવવામાં આવ્યું.

જલદીથી કંઈક નિર્ણય આવે તો સારું, મારી મમ્મી મને ડૉક્ટર પાસે લઈ જઈને અબૉર્શન કરાવવા માગે છે. હું કોઈ હિસાબે એમ કરવાની નથી. રાધર પ્રેગ્નન્સી છે તો કદાચેય મારાં લગ્ન શક્ય બની શકે એમ છે. અબૉર્શન પછી તો મને મારો પ્રેમ મળે એવી કોઈ શક્યતાઓ નથી લાગતી. હું શું કરું?

- ગોરાઈ

જવાબ : માણસ પ્રેમમાં પડે ત્યારે તેને આજુબાજુનું કશું સમજાતું નથી. તમને અત્યારે લાગે છે કે તમે તો બહુ દૂરનાં ભાઈ-બહેન થાઓ છો એટલે લગ્ન કરીએ તો ચાલે. તમને એ જ ઠીક લાગ્યું ને એટલે લગ્ન પણ કરી લીધાં. તમને પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ સામે બન્નેના પરિવારોનો વિરોધ આવશે જ ને એટલે જ તમે પેરન્ટ્સ ના ન કહી શકે એવી સ્થિતિ ઊભી કરી. જોકે આ રીતે પ્રેશર ઊભું કરવાનું કેટલે અંશે યોગ્ય છે એ તો તમે જ કહી શકો.

તમે લગ્ન પણ કરી લીધાં છે, રજિસ્ટર પણ કરાવી લીધાં ને હવે પ્રેગ્નન્ટ પણ છો. બધા જ નિર્ણયો તમે તમારી જાતે જ કરી લીધા છે, પછી હવે કોઈની સંમતિની મહોરની શું જરૂર છે? તમારે જો ખરેખર જ જાણવું હોત કે આ સંબંધ કરાય કે ન કરાય તો તમે આ બધું કરતાં પહેલાં કોઈની સલાહ લીધી હોત તો યોગ્ય કહેવાત. પ્રેગ્નન્સીને કારણે કદાચ તમે તમારા મનગમતા પાત્ર સાથે લગ્ન કરવાની બાબતમાં જીતી જાઓ એવું પણ બને, પણ જરાક વિચાર કરજો કે તમારા પેટમાં અત્યારે જે બાળક ઊછરી રહ્યું છે એ જો મોટું થઈને તમારી સંમતિ વિના આટલુંમોટું પગલું ભરીને તમારા નિર્ણયની વિરુદ્ધમાં જાય તો તમને કેવું લાગે?

જીવનમાં મનગમતી ચીજ પામવી જોઈએ, પણ એ માટે આ પ્રકારનું પ્રેશર પેરન્ટ્સ પર મૂકવું કદી યોગ્ય ન ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK