પપ્પા લગ્ન મોડા કરવાનું કહે છે જ્યારે ગર્લફ્રેન્ડ પ્રેગનન્ટ થઈ ગઈ છે, શું કરું?

Published: 25th November, 2011 08:02 IST

ઘરનું ટેન્શન ઓછું નથી ત્યાં મારી ગર્લફ્રેન્ડને કારણે ટેન્શન આવી ગયું છે. અમારું દેવું પૂરું થાય એ પછીથી લગ્નની વાત માંડીશું એવું વિચારેલું, પણ અમારી ભૂલને કારણે તે હાલમાં પ્રેગ્નન્ટ છે. હવે અમારા બન્નેના ઘરમાં કહેવું જ પડે એમ છે, પણ એનો ઉકેલ શું આવશે એ ખબર નથી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : વલસાડ પાસેના એક નાના ગામનો છું ને મુંબઈમાં કમાવા માટે આવ્યો છું. બારમા સુધી જ ભણ્યો છું, પણ સાથે કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવાથી પંદર-વીસ હજાર રૂપિયા કમાઈ લઉં છું. જોકે આટલા પગારમાં બે ઘર નથી ચાલતાં. મુંબઈનું મારું રહેવાનું અને વલસાડના ઘર માટે પૈસા મોકલવાના. મારા પપ્પા રિટાયર્ડ ટીચર છે. તેમનું પેન્શન આવે છે, પણ એટલામાં ઘર કેમ ચાલે? મારી મોટી બહેનનાં લગ્ન માટે મેં સવા લાખનું અને પપ્પાએ અઢી લાખનું દેવું કર્યું છે. પપ્પાની તો હવે કોઈ આવક રહી નથી એટલે બધું મારે જ ભરપાઈ કરવાનું છે.

ઘરનું ટેન્શન ઓછું નથી ત્યાં મારી ગર્લફ્રેન્ડને કારણે ટેન્શન આવી ગયું છે. અમારું દેવું પૂરું થાય એ પછીથી લગ્નની વાત માંડીશું એવું વિચારેલું, પણ અમારી ભૂલને કારણે તે હાલમાં પ્રેગ્નન્ટ છે. હવે અમારા બન્નેના ઘરમાં કહેવું જ પડે એમ છે, પણ એનો ઉકેલ શું આવશે એ ખબર નથી. તેના પેરન્ટ્સને ખબર નથી કે તેમની દીકરી પ્રેગ્નન્ટ છે ને એટલે તેઓ મારા જેવા દેવાદાર સાથે દીકરી પરણાવવા તૈયાર નથી. બીજી તરફ મારા પપ્પા કહે છે કે માથે આટલું દેવું છે ત્યારે લગ્નનો બીજો ખર્ચ ઉઠાવી શકાય એમ નથી. તેમનું કહેવું છે કે હજી તારી ઉંમર ૨૩ વર્ષની જ છે તો થોડોક સમય કમાઈને પછી લગ્ન કર જેથી લગ્નનો ખર્ચ અને એ પછીનો ફૅમિલીનો ખર્ચ પણ યોગ્ય રીતે નિભાવી શકે. બીજા કોઈને તો સાચું કહી શકાય એમ નહોતું, પણ મારી મમ્મીને કહ્યું તો કહે છે કે સૌથી પહેલાં અબૉર્શન કરાવી લે કેમ કે સગર્ભા સ્ત્રી સાથે લગ્ન ન કરાય. મારી ગર્લફ્રેન્ડ રોજ રડ્યા કરે છે. અમારી પાસે બહુ સમય નથી. પંદર જ દિવસમાં નિર્ણય લેવો પડે એમ છે.

- વસઈ રોડ

જવાબ : તમે નાની ઉંમરે ઘણી જવાબદારી ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ કેટલીક બાબતોનાં પરિણામોનો અંદાજ ન હોવાથી મોટી ભૂલો થઈ ગઈ છે. સૌથી અર્જન્ટ્લી જે સમસ્યાને અડ્રેસ કરવી જોઈએ એ છે તમારી ગર્લફ્રેન્ડની પ્રેગ્નન્સી. તમે માત્ર પ્રેમ કરતા હોત અને કેટલીક વાતો પેરન્ટ્સથી છુપાવતા હોત તો ચાલત, પરંતુ પ્રેગ્નન્સી રહી ગયા પછી માત્ર પ્રેમ છે અને લગ્ન કરવા માગીએ છીએ એવું પેરન્ટ્સને કહેવું ઠીક નથી. તમારે સંપૂર્ણ હકીકતથી બન્નેના પેરન્ટ્સને વાકેફ કરવા જરૂરી છે. તમારી મમ્મી અબૉર્શન કરવાનું કહે છે એ કદાચ સામાજિક રીતે યોગ્ય હશે, પણ એનો નિર્ણય તમારો તેમ જ તમારી ગર્લફ્રેન્ડનો સહિયારો હોવો જોઈએ. બાળક પાડી દેવાનું વિચારતા હો તોપણ તમારે લગ્ન વહેલી તકે પ્લાન કરી લેવાં જોઈએ. તમારા બન્નેના પેરન્ટ્સને સાચી હકીકત ખબર પડશે તો જરૂર તેઓ જલદીથી લગ્ન કરવામાં મદદ કરશે.

હવે વાત છે માથે પડેલા દેવાની. તમે બહેનનાં લગ્નમાં સાડાત્રણ લાખ રૂપિયાનું દેવું કરવાની ભૂલ કરી ચૂક્યા છો. એ રકમ બનેએટલી ઝડપથી ચૂકતે કરવી જરૂરી છે જ, પરંતુ એ માટે લગ્નને ટાળવાની જરૂર નથી. બહેનનાં લગ્નની ધામધૂમ પછી તમે આટલાં વર્ષોથી એ ખર્ચ પૂરો કરવા ચક્કી પીસો છો એ પછી પણ તમને બીજો ખર્ચ કરવાનું સૂઝતું હોય તો એ મૂર્ખામીથી વધુ કંઈ નહીં હોય.

જરાય રાહ જોયા વિના તરત જ બન્નેના પેરન્ટ્સને વાત કરો. જો તમે આ ભૂલ ન કરી હોત તો તમે હજીયે લગ્નને પાછું ઠેલી શક્યા હોત, પરંતુ હવે એમ કરવું ઉચિત નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK