તેને ગમતો સ્પર્શ કરવાથી પણ તે અકળાઈ જાય એ વાત મને સમજાતી નથી.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | Apr 08, 2019, 10:05 IST

બાળકના આવ્યા પછી પણ અમે એકમેકને ગમે એવી ચેષ્ટાઓ કરીને તેમ જ સરપ્રાઇઝ આપીને ઉત્તેજિત કરીએ છીએ. મને એક બાબતે મૂંઝવણ થાય છે.

તેને ગમતો સ્પર્શ કરવાથી પણ તે અકળાઈ જાય એ વાત મને સમજાતી નથી.
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમારાં લગ્નને પાંચ વરસ થયાં છે. અરૅન્જ્ડ મૅરેજ હોવાથી શરૂઆતમાં અમે એકબીજા સાથે મેળ પાડતાં તકલીફો પડેલી, પણ ધીમે-ધીમે અમે અકેબીજાની અપેક્ષાઓ અને ગમા-અણગમાઓ સમજતા ગયા. હવે તો એકબીજાના ઈશારા પરથી અમે એકમેકના મનમાં શું ચાલે છે એ કળી લઈએ છીએ. પરસ્પરના ગમાઅણગમાને રિસ્પેક્ટ કરતા હોવાથી સેક્સલાઇફ પણ ઘણી સ્મૂધ ચાલે છે. બાળકના આવ્યા પછી પણ અમે એકમેકને ગમે એવી ચેષ્ટાઓ કરીને તેમ જ સરપ્રાઇઝ આપીને ઉત્તેજિત કરીએ છીએ. મને એક બાબતે મૂંઝવણ થાય છે. તેનું કહેવું છે કે તેની ક્લિટોરિસને આંગળીથી વાઇબ્રેટ કરું તો તેને ગમે છે, પણ મેં જોયું છે કે હું તેને એ ભાગમાં સ્પર્શ કરું એની એક-દોઢ મિનિટમાં જ તે અચાનક મારો હાથ ખેંચીને દૂર કરવા લાગે છે. તેને ગમતો સ્પર્શ કરવાથી પણ તે અકળાઈ જાય એ વાત મને સમજાતી નથી.

જવાબ : કોઈ પણ ઉંમરે સેક્સલાઇફને તરોતાજા રાખવાનો સચોટ ઉપાય છે પરસ્પરને ગમતી રમતિયાળ અને રોમૅન્ટિક ચેષ્ટાઓ કરવી. ક્લિોટોરિસ એ અતિસંવેદનશીલ ભાગ છે અને મોટા ભાગની સ્ત્રીઓને એની પર વાઇબ્રેશન મળે એ ગમે છે. આંગળી કે વાઇબ્રેટર દ્વારા આ ભાગમાં સ્ટિમ્યુલેશન આપવાથી ઘણી સ્ત્રીઓને ઑર્ગેઝમ અનુભવાતું હોય છે. આગળ કહ્યું એમ આ ભાગ ખૂબ જ સંવેદનશીલ છે. એને કારણે એક વાર પરાકાષ્ઠા આવી જાય એ પછી એ પાર્ટ અત્યંત સંવેદનશીલ થઈ જાય. એટલે એ પછી પણ જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો પત્નીને એનાથી અસુખ થાય છે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે છે એનો મતલબ એ છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે આ સ્પર્શ પ્રત્યે વધુ સેન્સિટિવ થઈ ગઈ છે.

ગમા-અણગમાની ઉંમર અને અવસ્થા સાથે બદલાતાં રહેતાં હોય છે એટલે આજે ગમતી કોઈ બાબત હંમેશાં ગમતી જ રહે એવું નથી હોતું. માટે એકબીજાને જાણી લીધા છે એવા ભ્રમમાં કદી ન રહેવું. અમુક સ્થિતિમાં જે ચેષ્ટા ગમતી હોય એ કદાચ અન્ય સ્થિતિમાં એટલીબધી ન પણ ગમે. માટે પહેલાં ગમતું હતું ને હવે કેમ નહીં એવી સરખામણી કરીને કન્ફ્યુઝ ન થવું

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK