મારામાં હજી પિતા બનવાની ક્ષમતા છે કે નહીં એ મારે જાણવું છે

સેક્સ-સંવાદ -ડૉ.રવિ કોઠારી | Apr 10, 2019, 09:32 IST

ર્વીયની તપાસ કરાવીને શુક્રાણુની સંખ્યા જાણવી હોય તો શું આ ગુપ્ત રિપોર્ટ નીકળી શકે?

મારામાં હજી પિતા બનવાની ક્ષમતા છે કે નહીં એ મારે જાણવું છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્યઃverywellmind)

સવાલ : હું ૩૬ વર્ષનો કુંવારો છું. ઘણાં વર્ષો માત્ર મૅસ્ટરબેશન કરતો હતો. કૌટુંબિક જવાબદારીઓને કારણે અત્યાર સુધી લગ્ન થઈ શક્યાં નહોતાં. હવે મૅરેજ થાય એવી સંભાવના છે. હમણાંથી એક પાર્ટનર સાથે સંબંધો પણ છે અને સમાગમમાં મને કોઈ તકલીફ પડતી નથી. કહેવાય છે કે ૩૦-૩૫ વર્ષ પછી ફર્ટિલિટી ઘટી જાય છે તો શું હવે અમે લગ્ન કરીએ તો બાળક મેળવવાનું સંભવ બનશે કે કેમ એની ચિંતા છે. ઍટ લીસ્ટ મારામાં હજી પિતા બનવાની ક્ષમતા છે કે નહીં એ મારે જાણવું છે. ર્વીયની તપાસ કરાવીને શુક્રાણુની સંખ્યા જાણવી હોય તો શું આ ગુપ્ત રિપોર્ટ નીકળી શકે? આ માટે કઈ પૅથોલૉજી લૅબ સારી? ર્વીય કેવી રીતે આપવાનું એ સમસ્યા મને મૂંઝવે છે. રિપોર્ટ તમને મોકલાવીએ તો તમે કંઈક મદદ કરી શકો?

જવાબ : તમે કોઈ પણ લૅૅબોરેટરીમાં કોઈ પણ ટેસ્ટ કરાવો એ હંમેશાં ગુપ્ત જ રહે છે. જોકે શુક્રાણુની સંખ્યા જાણવી એ કોઈ ખોટું કામ નથી એટલે એ ગુપ્ત રહે એવી ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈમાં ઘણી લૅબોરેટરીઓ છે એટલે તમારા રહેણાક વિસ્તારમાં કઈ લૅબ રિલાયેલબ છે એ વિશેની માહિતી તમારા ફૅમિલી ડૉક્ટર પાસેથી મેળવી શકો છો.

આ ટેસ્ટ માટેની તૈયારીઓ વિશે સહેજ જાણી લેવું જરૂરી છે. સૅમ્પલ આપતાં પહેલાં તમારે ત્રણ-ચાર દિવસ સુધી હસ્તમૈથુન, સંભોગ કે સ્વપ્નદોષથી ર્વીયસ્ખલન ન થયું હોય એનું ધ્યાન રાખવું. તમે ર્વીય ટેસ્ટિંગ માટે આપો એના ત્રણ-ચાર દિવસ પહેલાંથી હસ્તમૈથુન કે સંભોગથી વર્જિત રહેવું. બીજું, તમે જે લૅબોરેટરીમાં ર્વીયની ટેસ્ટ કરાવવાના હો ત્યાં જઈને જ ર્વીયનું સ્ખલન કરીને ર્વીયનું સૅમ્પલ આપી શકો તો બેસ્ટ. ઘણી વ્યક્તિઓને ઑન ડિમાન્ડ અથવા એક રૂમમાં હસ્તમૈથુનથી ર્વીયનું સ્ખલન કરવામાં તકલીફ પડતી હોય છે. તેમણે લૅબમાંથી આગલા દિવસે એક બૉટલ લઈ લેવી. જોકે ઘરે ર્વીયનું સૅમ્પલ લીધાના અડધા કલાકમાં જ લૅબોરેટરીમાં પહોંચાડી દેવું જરૂરી છે.

આ પણ વાંચોઃ અમે સેક્સમાં ખૂબ જ ઍક્ટિવ હતાં, હવે રસ ઘટી ગયો છે. શું કરવું?

તમારો રિપોર્ટ જરૂર અમને મોકલાવી શકો છો. ધારો કે રિપોર્ટમાં ખામી આવી પણ હોય તો ગભરાવાની જરૂર નથી. એમાંની મોટા ભાગની ખામીઓની સારવાર માટે કોઈ ને કોઈ ઉપાય મોજૂદ હોય છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK