Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > આ વખતે ચુક્યા તો આ દુર્લભ ઘટના જોવા માટે 13 વર્ષ જોવી પડશે રાહ

આ વખતે ચુક્યા તો આ દુર્લભ ઘટના જોવા માટે 13 વર્ષ જોવી પડશે રાહ

13 October, 2019 01:05 PM IST | મુંબઈ

આ વખતે ચુક્યા તો આ દુર્લભ ઘટના જોવા માટે 13 વર્ષ જોવી પડશે રાહ

જોવા મળશે અનોખી ખગોળીય ઘટના..

જોવા મળશે અનોખી ખગોળીય ઘટના..


બ્રહ્માંડ પ્રેમીઓ માટે 11 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. આવું એટલા માટે કારણ કે આ જ દિવસે સૌરમંડળણાં દુર્લભ ખગોળિય ઘટના થશે. આ દિવસે બુધ ગ્રહ સૂર્યની સામેથી પોતાનો સફર નક્કી કરશે. બ્રહ્માંડમાં થનારી આ ઘટનાનો સૌથી રોચક પાસું એ છે કે તેને નરી આંખે દુનિયાના અનેક ભાગોમાં જોઈ શકાશે. આ દરમિયાન બુધ ગ્રહ સૂર્યના મધ્ય ક્ષેત્રથી પસાર થતો દેખાઈ જશે.

મર્ક્યૂરી ટ્રાન્ઝિટ
આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનના ખગોળ વૈજ્ઞાનિક ડૉ. શનિ ભૂષણ પાંડેના અનુસાર, બુધના સૂર્યની સાથેના આચ્છાદનને મર્ક્યૂરી ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે. આ વખતે જે ઘટના થઈ રહી છે તેમાં બુધ, સૂર્યના લગભગ મધ્ય ક્ષેત્રથી પસાર થવા જઈ રહ્યો છે, જેના કારણે આ ટ્રાન્ઝિટ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બુધ સૂર્યની સામેથી સાડા પાંચ કલાકની યાત્રા કરીને પોતાના રસ્તા પર આગળ વધશે.

સાંજે છ વાગ્યા થશે શરૂ
11 નવેમ્બરની સાંજે 6 વાગ્યેને 4 મિનિટે ટ્રાન્ઝિટ શરૂ થઈ જશે, જમાં બુધને કાળી બિંદીના રૂપમાં સૂર્યની સામે પસાર થતો જોઈ શકાશે. આ ખગોળીય ઘટનાને દુનિયાના કેટલાક ભાગોમાં નરી આંખે થતી જોઈ શકાશે. ટ્રાન્ઝિટ દરમિયાન ભારતમાં સૂર્ય ઢળી ચુક્યો હશે. એટલે તેને એટલાન્ટિક, પ્રશાંત અને હિંદ મહાસાગરથી જ જોઈ શકાશે. આફ્રિકા, દક્ષિણી અમેરિકા, ઉત્તરીય અમેરિકા અને યુરોપાના કેટલાક ભાગોમાં આ અદ્ભૂત ઘટનાને બખૂબી જોઈ શકાશે.

શું છે મર્ક્યૂરી ટ્રાન્ઝિટ
આપણા સૌરમંડળણાં પ્રત્યેક ગ્રહ પોતાના પથ પર સૂર્યની પરિક્રમા કરે છે. આ દરમિયાન અનેક વાર સૂર્યની સામેથી પસાર થાય છે. જ્યારે પણ એવી સ્થિતિ બને છે તો તે ટ્રાન્ઝિટ કહેવાય છે. મર્ક્યૂરી સિવાય વિનસનું પણ ટ્રાન્ઝિટ થાય છે.

સદીમાં 13 વાર થાય છે આ ઘટના
મર્ક્યૂરી ટ્રન્ઝિટની ખગોળીય ઘટના સદીમાં માત્ર 13 વાર થાય છે, જેના લીધે આ ઘટના દુર્લભ માનવામાં આવે છે. એ પહેલા મર્ક્યૂરી ટ્રાન્ઝિટ નવેમ્બર 2016માં થઈ હતી. આ વર્ષે 11 નવેમ્બર બાદ આગામી ઘટના નવેમ્બર 2032માં થશે. આ સદીનું સૌથી લાંબુ ટ્રાંઝિટ નવેમ્બર 2095માં થશે.  તો સદીનું છેલ્લું મર્ક્યૂરી ટ્રાન્ઝિટ નવેમ્બર 2098માં થશે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે ઘટના
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ઘટના સમય અને દૂરીની ગણના માટે મહત્વ રાખે છે. ઘટના દરમિયાન ઑબ્ઝર્વેશન બાદ પૂર્વી ગણનાની પુષ્ટિ અથવા પરિવર્તન વિશે સટીક જાણકારી મળી જાય છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...



સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે બુધ
બુધ આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે, જે સૂર્યની સૌથી વધુ નજીક છે. તે 88 દિવસોમાં સૂર્યનું ચક્કર પુરું કરી લે છે. સૂર્યની અત્યાધિક રોશની આ ગ્રહ પર પડવાના કારણે તેને જોઈ શકવું સરળ નથી. ઘણીવાર ધરતીથી તેને સાંજ અને સવારના સમયે નરી આંખોથી પણ સરળતાથી જોવા શકાય છે. તેની સપાટી પર બેશુમાર ક્રેટર્સ હાજર છે, જેથી તેની સપાટી ચંદ્રની સપાટી સાથે મળતી આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 01:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK