રેનબો સૅલડ

Published: 13th December, 2011 08:16 IST

પાસ્તાને મીઠાવાળા પાણીમાં ઉકાળી નિતારીને અલગ રાખો. ટમેટાં અને કૅપ્સિકમને લાંબાં સમારો. પનીરના ચોરસ ટુકડા કરો. કાકડી અને લીલા કાંદાને પાન સાથે મોટાં સમારો.

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી

  • એક કપ પાસ્તા
  • ૧૦૦ ગ્રામ પનીર
  • બે ટમેટાં
  • એક કાકડી
  • અડધું લાલ કૅપ્સિકમ
  • અડધું પીળું કૅપ્સિકમ
  • અડધુ લીલું કૅપ્સિકમ
  • એક લીલો કાંદો
  • છ કાળા ઑલિવ
  • થોડાં લેટિસનાં પત્તાં
  • બે ચમચી ઑલિવ ઑઇલ
  • બે ચમચી વિનેગર
  • બે કળી વાટેલું લસણ
  • એક ચમચી ચિલી ફ્લેક્સ
  • અડધી ચમચી મરીનો ભૂકો
  • મીઠું સ્વાદ પ્રમાણે


રીત

પાસ્તાને મીઠાવાળા પાણીમાં ઉકાળી નિતારીને અલગ રાખો. ટમેટાં અને કૅપ્સિકમને લાંબાં સમારો. પનીરના ચોરસ ટુકડા કરો. કાકડી અને લીલા કાંદાને પાન સાથે મોટાં સમારો. ઑલિવની સ્લાઇસ કરો. હવે એક બોલમાં પાસ્તા, પનીર, ટમેટાં, કાકડી, કૅપ્સિકમ, લીલા કાંદા અને લેટિસનાં પત્તાંને મિક્સ કરો. એમાં ઑલિવ ઑઇલ, વિનેગર, લસણ, મીઠું અને મરીનો પાઉડર નાખી હલાવો. એનાં પર ચિલી ફ્લેક્સ નાખી પીરસો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK