Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > PUBG Mobile India નવા વર્ષ પહેલા નહીં થાય લૉન્ચ, જાણો ક્યારે થશે રિલીઝ

PUBG Mobile India નવા વર્ષ પહેલા નહીં થાય લૉન્ચ, જાણો ક્યારે થશે રિલીઝ

22 December, 2020 04:08 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

PUBG Mobile India નવા વર્ષ પહેલા નહીં થાય લૉન્ચ, જાણો ક્યારે થશે રિલીઝ

PUBG Mobile India નવા વર્ષ પહેલા નહીં થાય લૉન્ચ, જાણો ક્યારે થશે રિલીઝ

PUBG Mobile India નવા વર્ષ પહેલા નહીં થાય લૉન્ચ, જાણો ક્યારે થશે રિલીઝ


PUBG Mobile Indiaના લૉન્ચમાં એક પછી એક અવરોધો આવી રહ્યા છે. તાજેતરમાં જ RTIએ જવાબમાં MeitYએ ભારતમાં પબજીને કોઈપણ પ્રકારની પરવાનગી ન આપવાની માહિતી આપી હતી અને હવે એક નવો રિપૉર્ટ સામે આવ્યો છે, જેના પરથી ખબર પડે છે કે આગામી પબજી મોબાઇલ ઇન્ડિયાની ભારતમાં માર્ચ પહેલા લૉન્ચની શક્યતા ખૂબ જ ઓછી છે. ભારતમાં બૅન થયા પછી PUBG Corporationએ Tencent Games પાસેથી PUBG Mobileના બધાં જ અધિકાર પાછાં ખેંચી લીધા હતા અને લોકલ ફેરફાર સાથે ભારત માટે ખાસ PUBG Mobile Indiaની જાહેરાત કરી છે. જો કે, ટીઝર જાહેર કર્યા પછી ગેમના લૉન્ચને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.

PUBG Mobile India ભારતમાં આગામી વર્ષ માર્ચ પહેલા લૉન્ચ નહીં થાય. ગેમ કંપનીના એક અધિકારીએ InsideSportને આપેલા નિવેદનમાં આ વાતની માહિતી આપી. અધિકારીનું કહેવું છે કે
"PUBG દ્વારા દરેક પ્રયત્ન યોગ્ય રીતે કરવામાં આવ્યા હતા, પણ સ્થિતિ એવી બની ગઈ કે આ મામલે કોઇ પ્રગતિ થઈ નથી. અમે ભારતમાં આગામી અમુક મહિના સુધી (ઓછામાં આછું માર્ચ 2021 પહેલા) PUBG Mobile Indiaની કમબૅકની આશા નથી. આ દુઃખદ છે પણ હકીકત બધાએ માનવી પડશે."



જણાવવાનું કે ગયા અઠવાડિયે ખબર પડી હતી કે PUBG Mobile Indiaને ઇલેક્ટ્રૉનિક્સ તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા લૉન્ચ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. આ નિર્ણય મંત્રાલય દ્વારા બે જુદાં જુદાં આરટીઆઇ આવેદનોના જવાબમાં સંભળાવવામાં આવ્યો હતો. ગયા મહિને, PUBG Corporationએ ભારત માટે વિકસિત ખાસ પબજી મોબાઇલ ઇન્ડિયા ગેમની ટૂંક સમયમાં જ રિલીઝ થવાની જાહેરાત કરી હતી. દક્ષિણ કોરિયન કંપનીએ સપ્ટેમ્બરમાં સરકાર દ્વારા પ્રતિબંધિત મોબાઇલ બેટલ રૉયલ ગેમને ભારતમાં ફરીથી એક નવા સ્વરૂપમાં લાવવા માટે દેશમાં 100 મિલિયન ડૉલર (લગભગ 734 કરોડ રૂપિયા)ના ઇન્વેસ્ટમેન્ટનો વાયદો પણ કર્યો હતો.


સપ્ટેમ્બરમાં PUBG Mobileના બૅન થયા પછી PUBG Corporationએ મોબાઇલ વર્ઝનને સંભાળતી ગેમ કંપની Tencent Games પાસેથી બધાં અધિકાર પાછા લઈ લીધા હતા અને ભારતમાં એક નવી કંપની PUBG Mobile Indiaના નામે રજિસ્ટર કરી હતી. આના પછી ગેમની જાહેરાત સાથે ટીઝર પણ શૅર કરવામાં આવ્યું હતું, પણ સરકારની કડક નીતિઓને કારણે ગેમના લૉન્ચમાં હજી પણ અવરોધો ઓછા થતાં દેખાતા નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 04:08 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK