Coronavirus Impact: આ પોર્ન સાઈટ આપે છે ફ્રીમાં પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સ્કીમ

Updated: Mar 26, 2020, 10:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તમારી મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે ફ્રી કરી દીધું છે. એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.'

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આખા વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં કોરોના વાઈરસનો જોરદાર આતંક ફેલાઈ રહ્યો છે. કોરોના વાઈરસના કારણે વિશ્વમાં લૉક ડાઉનની પરિસ્થિતી સર્જાયેલી જોવા મળી રહી છે ત્યારે લોકો પોતપોતાના ઘરમાં બંધ છે. ત્યારે સમય પસાર કરવા લોકો નવી નવી તરકીબ અજમાવે છે. એવા સમયે એક પૉર્ન સાઈટએ પોતાનું કન્ટેન્ટ ફ્રી કરી દીધું છે. પૉર્નહબ (PornHub)ના નામથી જાણીતી પૉર્ન સાઇટે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ વર્લ્ડ વાઇડ લોકો માટે ફ્રી કરી દીધું છે.

પૉર્ન સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેનું પ્રિમિયમ કન્ટેન્ટ આગામી 3 એપ્રિલ સુધી ઈટાલીના લોકો મફતમાં જોઈ શકશે. સૂત્ર મુજબ પૉર્નહબે તેને લઈને એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે ઈટાલીમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને જોતાં સાઈટ મૉડલહબ પ્લેટફોર્મમાં થયેલી જેટલી પણ કમાણીને વાઈરસથી પીડાતા લોકોનો સામનો કરવા માટે આર્થિક મદદ તરીકે ડૉનેટ કરવામાં આવશે.

પૉર્નહબએ નિર્ણય લીધો છે કે તેઓ આવું કરીને કોરોના વાઈરસના સંક્રમણનો સામનો કરવા આ રકમ ડૉનેટ કરવામાં આવશે. આ દરમિયાન તમારી મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે ફ્રી કરી દીધું છે. એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.'

તમને જણાવી દઈએ કે પૉર્નહબ એક દુનિયાની સૌથી જાણીતી અને મોટી પૉર્ન સાઈટ છે. આ સાઈટને 2007માં લૉન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ સાઈટને 4200 કરોડ વખત જોવામાં આવી છે. આ સાઇટ પર દરરોજ 11 કરોડથી વધુ લોકો આવે છે. એટલે કે પૉર્નહબને સૌથી વધુ જોનારા દેશોમાં ઈટાલીનો નંબર સાતમો છે. પૉર્નહબમાં ઈટાલીથી વધારે ટ્રાફિક આવતો જોવા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK