Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Popular Google Doodle Games: આજે પ્રસ્તુત છે Googleની Loteria ગેમ

Popular Google Doodle Games: આજે પ્રસ્તુત છે Googleની Loteria ગેમ

05 May, 2020 11:27 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Popular Google Doodle Games: આજે પ્રસ્તુત છે Googleની Loteria ગેમ

તસવીર સૌજન્ય ગૂગલ

તસવીર સૌજન્ય ગૂગલ


કોરોના વાયરસના સંકટ સમયે ગૂગલ છેલ્લા કેટલાક દિવસથી ગૂગલની જૂની અને લોકપ્રિય ગેમ્સની સીરીઝ ડૂડલ દ્વારા રજૂ કરે છે. જેથી લૉકડાઉનમાં ઘરમાં સેફ રહીને રમત રમી શકે અને તેમનો કંટાળો પણ દૂર થાય. પોતાની લોકપ્રિય ગેમ સીરીઝ રજૂ કરવા પાછળ ગૂગલનો એકમાત્ર ઉદ્દેશ લોકોને ઘરોમાં સેફ રહેવા માટે જાગૃત કરવાનો છે. પોતાની ગેમ સીરીઝ દ્વારા કંપનીએ ડૂડલમાં અત્યાર સુધી રોકમોર, કોડિંગ, ક્રિકેટ, ગાર્ડન, સ્કોવિલ અને ફિશિંગર જેવી ઘણી ગેમ્સ પ્રસ્તુત કરી છે. તો આજે કંપનીએ વધુ એક લોકપ્રિય ગેમ Loteria રજૂ કરી છે.

Loteria એક મેક્સિકન પારંપરિક રમત છે અને લોકો દરમિયાન ખૂબ જ જાણીતી છે. આ રમત એકદમ કાર્ડ વાળી રમત જેવી જ છે. આ રમત રમવામાં તમને ખૂબ જ આનંદ આવવાનો છે. જો તમે આ રમવા માગો છો તો ગૂગલ પેજ પર આવેલા ડૂડલ પર ક્લિક કરી સીધા ગેમમાં પહોંચી શકો છો. જ્યાં પ્લેનો ઑપ્શન મળશે. પ્લેના વિકલ્પ પહેલા તમને ગેમ રમવાના કેટલાક નિર્દેશો પણ આપવામાં આવશે જે રમતને સમજવામાં તમારી મદદ કરશે. આ ગેમ મોટા ભાગે ખૂબ જ લોકપ્રિય રમત બિંગો સાથે મળે છે.



આ ગેમ રમવા માટે પ્લેયર્સને ઇમેજમાં આપવામાં આવેલા નંબર સિલેક્ટ કરવાના છે અને પછી તે મેચ કરવાના રહેશે. આ ગેમ ખૂબ જ રસપ્રદ છે અને આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવશે. ખાસ વાત એ છે કે ગેમિંગ દરમિયા તમને સહેજ પણ કંટાળો નહીં આવે અને સમય કેવી રીતે પસાર થઈ જશે તેનો ખ્યાલ પણ નહીં આવે. આ ગેમ એકલા તો રમાય જ આ સિવાય તમે તમારા મિત્રો સાથે પણ રમી શકો છો. એટલું જ નહીં ગેમિંગ દરમિયાન તમે Loteria ગેમ સોશિયલ મીડિયા પર પણ શૅર કરી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 11:27 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK