Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પૉમગ્રેનેટ સરપ્રાઇઝ

03 August, 2012 06:38 AM IST |

પૉમગ્રેનેટ સરપ્રાઇઝ

પૉમગ્રેનેટ સરપ્રાઇઝ


pomgranate-surprise




આજની વાનગી


સામગ્રી

  •  ચાર કપ મોળું દહીં
  •  પા કપ મધ
  •  પા ચમચી એલચી પાઉડર
  •  પા ચમચી જાયફળનો પાઉડર
  •  પોણો કપ દાડમ (પૉમગ્રેનેટ)ના દાણા
  •  બે કિવી ફ્રૂટ
  •  બે ચમચા સમારેલા પિસ્તા
  •  એક ચપટી કેસર
  •  ફુદીનાનાં થોડાં પાન સજાવટ માટે

રીત

દહીંને મલમલના એક કપડામાં બાંધીને પાણી નિતારી લો. બધું પાણી નીતરી જાય એટલે એને બે-ત્રણ કલાક ફ્રિઝમાં સેટ કરવા મૂકો. પછી એક બાઉલમાં દહીં લઈ એમાં મધ, જાયફળ અને એલચીનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.  કિવી ફ્રૂટની છાલ કાઢી નાના ટુકડામાં સમારી લો. એક પૅન ગરમ કરી એમાં કેસરને હલકું શેકો અને ત્યાર બાદ એક બાઉલમાં કાઢીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે આંગળી વડે કેસરને મસળો.સર્વ કરવા માટે ચાર ડિઝર્ટ-બાઉલ લો. દરેક બાઉલમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ એક-એક ચમચો મૂકો. એના પર કિવીના એક ચમચી ટુકડા રાખો. ત્યાર બાદ બે ચમચી દાડમના દાણા પાથરો. છેલ્લે પિસ્તા અને કેસર ભભરાવો અને ફુદીનાના પાનથી સજાવીને ઠંડું પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2012 06:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK