Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ

ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ

21 May, 2019 09:41 AM IST | નવી દિલ્હી

ભારતની ચૂંટણીમાં ફેસબુક-ગૂગલ માલામાલ

ફેસૂબુક અને ગૂગલ

ફેસૂબુક અને ગૂગલ


ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી પહેલાં અત્યાર સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રચારના મદમાં ૫૩ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા. એમાં સત્તારુઢ બીજેપીની ભાગીદારી સૌથી વધુ રહી. ફેસબુકની જાહેરાત સાથે જોડાયેલા રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતથી ૧૫ મે સુધી એના પ્લૅટફૉર્મ પર ૧.૨૧ લાખ રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ ૨૬.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

આ પ્રકારે ગૂગલ, યુટ્યુબ અને એની સહાયક કંપનીઓ પર ૧૯ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ૧૪,૮૩૭ જાહેરાતો પર રાજકીય પક્ષોએ ૨૭.૩૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. સત્તારુઢ બીજેપીએ ફેસબુક પર ૨૫૦૦થી વધુ જાહેરાતો પર ૪.૨૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. માય ફર્સ્ટ વોટ ફૉર મોદી, ભારતના મનની વાત અને નેશન વિથ નમો જેવા પેજે પણ સોશ્યલ નેટવર્કિંગ પર જાહેરાતો પર ૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ગૂગલના મંચ પર બીજેપીએ ૧૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.



કૉંગ્રેસે ફેસબુક પર ૩૬૮૬ જાહેરાતો પર ૧.૪૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા તો બીજી તરફ ગૂગલ પર ૪૨૫ જાહેરાતો પર રાહુલ ગાંધીના નેતૃત્વવાળી પાર્ટીનો ખર્ચ ૨.૭૧ કરોડ રૂપિયા રહ્યો. ફેસબુકના આંકડાના અનુસાર તૃણમૂલ કૉંગ્રેસે એના મંચ પર જાહેરાતો પર ૨૯.૨૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા. આમ આદમી પાર્ટીએ ફેસબુક પર ૧૭૬ જાહેરાતો ચલાવી અને એના માટે એણે ૧૩.૬૨ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.


આ પણ વાંચો : ગેમિંગ સ્માર્ટફોન બ્લેક શાર્ક 2 ભારતમાં થશે 27મેએ લોન્ચ

ગૂગલના અનુસાર એના પ્લૅટફૉર્મ પર ઓબર્ન ડિજિટલ સોલ્યુશન્સ તમારા માટે જાહેરાત કરી રહ્યા છે અને એને ૧૯ મે બાદ ૨.૧૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 09:41 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK