આ પિગી બૅન્ક પૈસા ગણી પણ આપશે

Published: 26th July, 2012 17:34 IST

બાળકોને પૈસાની બચત કરતાં શીખવવાનો ઉપાય એટલે પિગી બૅન્ક, પણ મોટા ભાગનાં નાનાં બાળકો રોજ પોતાની પિગી બૅન્કમાં પૈસા નાખ્યા પછી પૈસા ગણવાની જીદ કરતા હોય છે.

એના માટે રોજ એને ખોલવી પડે. પણ ધ ડિજીપિગી નામની આ પિગી બૅન્કમાં પૈસા નાખતાં જ ડિજિટલ સ્ક્રીનમાં પૈસાનો ટોટલ ફિગર બતાવશે. આ પિગી બૅન્ક રોજેરોજ ગણેલા પૈસાનો ફિગર પોતાની મેમરીમાં સ્ટોર કરે છે, માટે જો બૅટરી ડાઉન પણ થાય તો તમારે પાછો હિસાબ કરવા નહીં બેસવું પડે. ફક્ત સિક્કો નાખતાં જ આ બૅન્ક બધા સિક્કા ગણશે અને પહેલાંના સ્ટોર કરેલા ફિગરમાં એ ઉમેરી તમને નવો અમાઉન્ટ દેખાડશે. આ બૅન્ક ટ્રાન્સપરન્ટ છે અને ફક્ત સિક્કાની જ ગણતરી કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK