Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બૉટમ સાથે પહેરો પર્ફેક્ટ ટૉપ

બૉટમ સાથે પહેરો પર્ફેક્ટ ટૉપ

29 October, 2012 06:45 AM IST |

બૉટમ સાથે પહેરો પર્ફેક્ટ ટૉપ

બૉટમ સાથે પહેરો પર્ફેક્ટ ટૉપ






હાલમાં ઘણી જુદી-જુદી પૅટર્નનાં પૅન્ટ બજારમાં આવ્યાં છે જેના પર ટૉપ પહેરવામાં મોટા ભાગની યુવતીઓ માર ખાઈ જાય છે, કારણ કે આ પૅન્ટની ડિઝાઇન નૉર્મલ કરતાં જુદી હોવાને લીધે એની સાથે રેગ્યુલર કુરતી, શર્ટ કે ટૉપ તો નહીં જ સારાં લાગે. આવામાં જો પર્ફેક્ટ મૅચ ન હોય તો ફૅશન-ફિયાસ્કો થઈ શકે છે. બેસ્ટ તો એ જ છે કે મૅચ કરવામાં કન્ફ્યુઝન હોય તો એ પહેરવાનું અવૉઇડ કરવું અને જો ફૅશનમાં રહીને ટ્રેન્ડી લાગવું જ હોય તો જાણી લો કે કેવા બૉટમવેઅર સાથે કેવું ટૉપ મૅચ કરી શકાય.


જિપ્સી પૅન્ટ

આ લૂઝ પૅન્ટ સ્ટાઇલિશ લાગે છે અને લાંબી તેમ જ સ્લિમ યુવતીઓ માટે બેસ્ટ રહેશે. આ પૅન્ટ ઍન્કલ પાસે ટાઇટ અને આખાં લૂઝ હોય છે. થાઇસ પાસે આ પૅન્ટ વધુ લૂઝ હોય છે. હિપ્સ અને થાઇઝનો પાર્ટ હેવી હોય તો આ પૅન્ટ ન પહેરવું. જિપ્સી પૅન્ટ ટૂંકા જૅકેટ અને ફિટેડ ટૉપ સાથે સારું લાગશે. આ પૅન્ટ સાથે સ્ટાઇલિશ બેલ્ટ અને કમર પર ઉપરની બાજુએ પણ મોટો બેલ્ટ પહેરી શકાય. આ લુક મિડલઈસ્ટ ઇન્સ્પાયર્ડ છે.



ધોતી પૅન્ટ

ધોતી પૅન્ટ આજકાલ ખૂબ જ ડિમાન્ડમાં છે અને એજ તેમ જ બૉડીને ધ્યાનમાં ન રાખતાં બધા જ એનો ઉપયોગ કરી રહ્યા છે જે ખોટું છે. ધોતી પૅન્ટ ખૂબ નાની હાઇટવાળી અને હેવી બૉટમ ધરાવતી યુવતીઓ માટે નથી. ધોતી પૅન્ટમાં હિપ્સની આજુબાજુ પ્લિટ્સ આવે છે જેને કારણે એ વધુ હેવી લાગે છે. ઍપલ શેપનું બૉડી હોય તેમને આ પૅન્ટ વધુ સારાં લાગે છે. ધોતી સાથે ટૂંકા ટૉપ પણ પહેરી શકાય. એ સિવાય ટ્રાઇબલ પ્રિન્ટવાળી કુર્તી સારી લાગશે. પિયર શેપનું બૉડી હોય તો એવી ધોતી સિલેક્ટ કરવી જે વધુપડતી ફૂલેલી ન હોય તેમ જ હલકા, પાતળા ફૅબ્રિકમાંથી બનેલી હોય.

પલાઝો પૅન્ટ

આ પૅન્ટ સ્ટ્રિક્લીલાંબી હાઇટ ધરાવતી છોકરીઓ માટે જ છે. પલાઝો પૅન્ટ સ્ટાઇલિશ લાગે છે અને ફૉર્મલવેઅર તરીકે પણ પહેરી શકાય છે. જમીન સુધીની લંબાઈના આ ટ્રાઉઝરમાં પ્લિટ્સ એકસરખા અંતરે અને યુનિફૉર્મ હોય છે તેમ જ આ ટ્રાઉઝર સિંગલ કલરમાં જ મળે છે. ફૉર્મલ બ્લાઉઝ પૅન્ટમાં ઇન કરીને અને સ્લીવલેસ ટૉપ્સ પણ પહેરી શકાય. થોડા ટ્રેન્ડી રંગો અને પોલકા ડૉટ્સ જેવી પૅટર્નનાં ટૉપ્સ સારાં લાગશે. આ લુક ૭૦ના દાયકાથી ઇન્સ્પાયર્ડ છે.

ખાખી પૅન્ટ્સ

ખાખી પૅન્ટ પ્રૉપર ફિટિંગવાળા સ્લીવલેસ ટૉપ સાથે પહેરવામાં આવે ત્યારે બેસ્ટ લાગે છે. ખાખી પૅન્ટ સાથે કુર્તી કે શર્ટ સારાં નહીં લાગે. ટૂંકું જૅકેટ પણ આ પૅન્ટ સાથે સૂટ થશે. ડેનિમનું જૅકેટ, ખાખી પૅન્ટ અને લેધરનો બેલ્ટ પર્ફેક્ટ ફૅશન-સ્ટેટમેન્ટ બનશે.

કલર્ડ પૅન્ટ

કલરફુલ પૅન્ટ સાથે શું મૅચ કરવું એ થોડું અગવડભર્યું બની શકે છે. કલર્ડ પૅન્ટને બેઝિક વાઇટ બ્લાઉઝ કે બ્લૅક ટૅન્ક ટૉપ અથવા શૉર્ટ ટૉપ સાથે મૅચ કરો. દિવસના સમયે કલર્ડ પૅન્ટને વાઇટ કે ન્યુડ શેડના શર્ટ સાથે પહેરી શકાય જેમાં કૉલર યોગ્ય રીતે ઊભા રહેતા હોય અને સ્લીવ ફોલ્ડ કરેલી હોય. પૅન્ટ બ્રાઇટ અને બોલ્ડ છે એટલે તમે આકર્ષણનું કેન્દ્ર બનશો એટલે બીજી કોઈ પણ ઍક્સેસરીનો રંગ બ્રાઇટ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. બાકીની ચીજોનો રંગ ન્યુડ શેડમાં તેમ જ ડલ હોવો જોઈએ. ન્યુડ બેલેરીના અને એવિયેટર સનગ્લાસિસ આ સ્ટાઇલ સાથે સૂટ થશે. જો ઑરેન્જ કલરનું ડેનિમ પહેરવાના હો તો ઑફિસવેઅરમાં વાઇટ કૉટનનું ફિટેડ શર્ટ પહેરી શકાય.પૅન્ટ કલરફુલ હોય ત્યારે બ્રાઉન, બેજ કે વાઇટ શૂઝ અથવા બેલ્ટ સાથે લુક કમ્પ્લીટ કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2012 06:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK