(આજની વાનગી-મીતા ભરવાડા)
સામગ્રી
રીત
સૌપ્રથમ બ્રેડ-લોફને બે લાંબા ભાગમાં કાપો. એના પર માખણ અને પીત્ઝા-સૉસ લગાવી અલગ રાખો. પનીરની પાતળી સ્લાઇસ કરો. લીલા અને લાલ કૅપ્સિકમના ચોરસ ટુકડા કરો. હવે એક પૅનમાં ઑલિવ-ઑઇલ ગરમ કરો. એમાં પનીરની સ્લાઇસ અને કૅપ્સિકમના ટુકડા નાખી બન્ને તરફ થોડા બ્રાઉન થાય એવા સાંતળો. હવે એને તૈયાર કરેલી બ્રેડ-લોફ પર ગોઠવો. ખમણેલી ચીઝમાં થોડો ઑરેગાનો અને ચિલી-ફ્લૅક્સ નાખી મિક્સ કરો. એને તૈયાર કરેલી બ્રેડ પર પાથરો. અવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રીહીટ કરી પાંચથી સાત મિનિટ માટે બૅક કરો. ત્યાર બાદ એને લાંબી સ્ટિક્સના શેપમાં કાપી ગરમ-ગરમ પીરસો.