Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ફેમિનાઇન લુક આપતાં પેપ્લમ ટૉપ્સ

ફેમિનાઇન લુક આપતાં પેપ્લમ ટૉપ્સ

15 June, 2017 05:40 AM IST |

ફેમિનાઇન લુક આપતાં પેપ્લમ ટૉપ્સ

ફેમિનાઇન લુક આપતાં પેપ્લમ ટૉપ્સ


peplum

ખુશ્બૂ મુલાની ઠક્કર

પેપ્લમ ટૉપ્સ એટલે કમર સુધી ટાઇટ ફિટેડ હોય અને કમરથી નીચે પાંચ ઇંચ કે છ ઇંચ સુધી સ્ટિફ લેયર આપવામાં આવ્યું હોય. લેયરમાં વેરીએશન આવે છે; જેમ કે વન સાઇડેડ, ટ્રેલ અથવા લૉન્ગ ઍન્ડ શૉર્ટ લેન્ગ્થ. પેપ્લમ ટૉપ્સ મોટે ભાગે ટ્રાઉઝર અથવા સ્કર્ટ સાથે સારાં લાગે છે. પેપ્લમ ટૉપ્સ લાંબી-પાતળી યુવતીઓ પર વધારે સારાં લાગે છે. પેપ્લમ ટૉપ્સ સાથે સ્લીવની વરાઇટી આવે છે; જેમ કે સ્લીવલેસ, શૉર્ટ સ્લીવ્ઝ, ફુલ સ્લીવ્ઝ કે ઑફ શોલ્ડર. એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે પહેરો છો.

ટ્રાઉઝર સાથે પેપ્લમ ટૉપ્સ

ફૉર્મલ લુક આપે છે, જેથી એ ટ્રાઉઝર સાથે વધારે સારાં લાગે છે. ટ્રાઉઝર બરાબર માપનું હોવું જોઈએ. લૂઝ ટ્રાઉઝર સારું નહીં લાગે. તમે સિગાર પૅન્ટ પહેરી શકો. પેપ્લમ ટૉપ્સમાં નેકમાં બહુ પૅટર્ન નથી આવતી. મોટે ભાગે એમાં ક્લોઝ નેક જ આપવામાં આવે છે. ટ્રાઉઝર સાથે સ્લીવલેસ પેપ્લમ ટૉપ સારું લાગી શકે. જો તમે કોઈ ફૉર્મલ ઇવેન્ટમાં જવાનાં હો તો સિગાર પૅન્ટ સાથે ઑફ શોલ્ડર પેપ્લમ ટૉપ પહેરી શકાય. એની સાથે નેકમાં કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી અલગ લુક આપી શકાય. આ લુક સાથે હાઈ હીલ્સ પહેરવાનું ન ભૂલવું.

jeggings



સ્કર્ટ સાથે પેપ્લમ ટૉપ્સ

ટાઇટ ફિટેડ ની-લેન્ગ્થ સ્કર્ટ સાથે પણ સારાં લાગે છે. સ્કર્ટ સાથે વેરીએશન ઑફ સ્લીવ્ઝ તેમ જ વેરીએશન ઑફ લેન્ગ્થ પહેરી શકાય. જેમ કે ટ્રેલ લુક છે. પેપ્લમ ટૉપ્સમાં એની ફ્રિલ કે સ્ટિફ લેયર મેઇન્ટેન કરવા માટે લેન્ગ્થનું વેરીએશન બહુ ઓછા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને પેપ્લમ ટૉપ્સ પ્લેન સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે અને ટૉપ પણ પ્લેન જ હોય છે. ક્યારેક ટૉપ-બૉટમ સેમ તો ક્યારેક કૉન્ટ્રાસ્ટ કલરમાં. જો તમારી હાઇટ ઓછી હોય તો સેમ કલરમાં ટૉપ અને સ્કર્ટ પહેરવાં. પેપ્લમ ટૉપ્સ જ્યારે સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે ત્યારે ફૅશન સેન્સ માગી લે છે. જેમ કે જો તમે વાઇટ કલરનું ટાઇટ ફિટેડ ની-લેન્ગ્થ સ્કર્ટ પહેરો છો તો એની સાથે રેડ કલરનું પેપ્લમ ટૉપ પહેરી શકો અને જ્યાં ટોપની  ફ્રિલ ચાલુ થાય છે તે જોઈન્ટ પર બ્લેક કલરનો થીંન  બેલ્ટ પહેરી શકો અને પગમાં બ્લેક હિલ્સ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકાયફુ ..

alia


કૅઝ્યુઅલ

જો તમારે પેપ્લમ ટૉપ કૅઝ્યુઅલી પહેરવાં હોય તો પ્લેન સ્કર્ટ સાથે પ્રિન્ટેડ પેપ્લમ ટૉપ પહેરવું. પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું. પેપ્લમ ટૉપ ફ્લોરલ પ્રિન્ટમાં તો સારું લાગે જ છે, પરંતુ જ્યૉમેટ્રિક અને ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટમાં પણ એટલું જ સારું લાગે છે. અથવા તો કૉટન ટ્રાઉઝર કે જેગિંગ્સ સાથે ડબલ લેયરવાળું પેપ્લમ ટૉપ પહેરી શકાય. આલિયાએ જે પેપ્લમ ટૉપ પહેર્યું છે એ ડબલ લેયરવાળું ટૉપ છે અને એ પણ કૉલરવાળું  ફ્રન્ટ ઓપનિંગ ટૉપ. તેણે આ ટૉપ વાઇટ ડેનિમ સાથે પહેર્યું છે, જેના લીધે કૅઝ્યુઅલ લુક મેઇન્ટેન થાય છે.

ઍક્સેસરીઝ 

પેપ્લમ ટૉપ સાથે ઍક્સેસરીઝ સિલેક્ટ કરતી વખતે ખૂબ કાળજી રાખવી. પેપ્લમ ટૉપ મોટે ભાગે ક્લોઝ નેકના જ હોય છે, જેથી જે કલરનું ટૉપ હોય એના કૉન્ટ્રાસ્ટ કલરમાં સ્ટેટમેન્ટ નેકપીસ પહેરી શકાય. જો તમે નેકપીસ ન પહેરવા માગતા હો તો કાનમાં સ્ટડ પહેરવા. પેપ્લમ ટૉપ્સ એની પૅટર્નને કારણે એટલાં ગ્રેસફુલ અને વૉલ્યુમાઇઝ્ડ લાગે છે કે એની સાથે વધારે ઍક્સેસરી પહેરવાની જરૂર પડતી નથી. માત્ર એક નેકપીસ  અથવા સ્ટડ  કે હાથમાં એક રિંગ પહેરી હોય તો પણ વધારે કંઈ પહેરવાની જરૂર લાગતી નથી. પેપ્લમ ટૉપ સાથે ખાસ કરીને હીલ્સ પહેરવી, જેના લીધે ટૉપનો લુક બરાબર મેઇન્ટેન થાય. પેપ્લમ ટૉપ સાથે સૉફ્ટ કર્લ સારા લાગે અથવા તો ટાઇડ હેર.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2017 05:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK