Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પનીર ટિક્કા મસાલા

10 October, 2011 06:46 PM IST |

પનીર ટિક્કા મસાલા

પનીર ટિક્કા મસાલા


 



 


- મીતા ભરવાડા

સામગ્રી :-

  • ૨૫૦ ગ્રામ પનીર
  • એક કૅપ્સિકમ
  • એક ટમેટું
  • એક કાંદો
  • અડધો કપ દહીં
  • એક ચમચો તેલ
  • એક ચમચી ચાટ મસાલો
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી સંચળ પાઉડર
  • અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

રીત :-


પનીર, કૅપ્સિકમ, ટમેટા અને કાંદાના ચોરસ ટુકડા કરો. દહીંનું પાણી કાઢી લો. હવે એક બાઉલમાં દહીં લઈ એમાં તેલ, ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, સંચળ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, મીઠું અને મરી મિક્સ કરો. હવે એમાં પનીર, કૅપ્સિકમ, ટમેટા અને કાંદા નાખી હાથેથી બરાબર મિક્સ કરો. એને એક કલાક રહેવા દો. હવે આ બધાને વારાફરતી મોટા ટૂથપિકમાં ભરાવી સ્ટિક્સ તૈયાર કરો. અવનને ૨૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ
પર પ્રી-હીટ કરી તૈયાર કરેલી સ્ટિક્સ નાખી ૨૦-૨૫ મિનિટ શેકો. લીંબુની સ્લાઇસ સાથે એને પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2011 06:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK