પનીર રેશમી કબાબ
ADVERTISEMENT
(મીતા ભરવાડા)
સામગ્રી
- ૨૫૦ ગ્રામ પનીર
- બે ચમચી ચણાનો લોટ
- બે બારીક સમારેલાં
- લીલાં મરચાં
- એક ટુકડો ખમણેલું આદું
- એક ચમચી લસણની પેસ્ટ
- બે ચમચા દહીં
- એક ચમચો મલાઈ
- અક ચમચી ચાટ મસાલો
- બે ચમચા તેલ
- મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
રીત
પનીરને ચોરસ ટુકડામાં કાપો. એક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં લીલાં મરચાં, આદું અને લસણ નાખી સાંતળો. ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે બે મિનિટ શેકો. ગૅસ પરથી ઉતારી ઠંડું કરો. હવે તેમાં દહીં, મલાઈ, મીઠું અને મરી નાખી મિક્સ કરો. કાપેલા પનીરના ટુકડાને તેમાં રગદોળી ૧૫ મિનિટ મેરીનેટ કરો. હવે તેને લાંબી ટૂથપિકમાં ભરાવી, ઉપરથી થોડું તેલ લગાવો. તંદુર અથવા અવનમાં બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ચાટ મસાલો ભભરાવી ગરમ પીરસો.