Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પનીર-પિન્ક લાડુ

18 September, 2012 08:15 AM IST |

પનીર-પિન્ક લાડુ

પનીર-પિન્ક લાડુ





સામગ્રી



  • યલો ફિલિંગ માટે
  • એક વાટકી પનીર
  • અડધી વાટકી માવો
  • એક ચમચો મિલ્ક મેઇડ
  • એક ચમચી બદામ-પિસ્તાનો ભૂકો
  • થોડા તાંતણા કેસર
  • બહારના પિન્ક લેયર માટે
  • એક વાટકી ડેસિકેટેડ કોકોનટ પાઉડર
  • એક ચમચો મિલ્ક મેઇડ
  • એક ચમચો રોઝ સિરપ


રીત

એક કડાઈમાં માવાને શેકી લો. એક બાઉલમાં પનીર લઈ એને મસળી એમાં માવો મિક્સ કરો. તેમાં એક ચમચો મિલ્ક મેઇડ નાખી બદામ-પસ્તાનો ભુક્કો ઉમેરો. કેસરને એક ચમચી ગરમ દૂધમાં પાંચ મિનિટ પલાળો અને આ મિશ્રણમાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને નાના-નાના લાડુ બનાવી અલગ રાખો.

ડેસિકેટેડ કોકોનટમાં એક ચમચો રોઝ સિરપ અને એક ચમચો મિલ્કમેડ ઉમેરો. હવે તૈયાર કરેલા કેસરવાળા યલો લાડુને આ પિન્ક કલરના મિશ્રણમાં બરાબર રગદોળી પિન્ક કલરનો મોટો લાડુ બનાવો. બધા લાડુ આ રીતે તૈયાર કરી એને અડધો કલાક ફ્રિજમાં સેટ કરવા મૂકો. બહાર કાઢી વચ્ચેથી કટ કરી સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2012 08:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK