Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પડવાળા માવા ઘૂઘરા

12 November, 2012 05:54 AM IST |

પડવાળા માવા ઘૂઘરા

પડવાળા માવા ઘૂઘરા







સામગ્રી

બહારના પડ માટે

  •  બે કપ મેંદો
  • પાંચ ચમચા ઘી
  •  બે ચમચા ચોખાનો લોટ


ભરવા માટે

  •  અઢી કપ શેકેલો માવો
  •  ત્રણથી ચાર ચમચા સૂકા કોપરાનું છીણ
  •  ૧૫-૨૦ કાજુ ઝીણા સમારેલા
  •  ૧૫-૨૦ બદામ ઝીણી સમારેલી
  •  ૨૦ કિસમિસ
  •  પા ચમચી જાયફળનો પાઉડર
  •  પા ચમચી એલચીનો પાઉડર
  •  અઢી કપ દળેલી સાકર
  •  તળવા માટે તેલ


રીત

એક બાઉલમાં મેંદો લઈ એમાં ત્રણ ચમચા ઘી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી મધ્યમ લોટ બાંધી લો. એને ભીના કપડાથી ઢાંકીને અલગ રાખો.

હવે એક બાઉલમાં શેકેલો માવો લઈ એમાં સૂકું કોપરું, કાજુ, બદામ, કિસમિસ, જાયફળ અને એલચીનો પાઉડર બરાબર મિક્સ કરી લો. પછી દળેલી સાકર મિક્સ કરો.

 ચોખાના લોટમાં ઘી ઉમેરી એની પેસ્ટ બનાવો. હવે બાંધેલા લોટના ત્રણ સરખા ભાગ કરો અને દરેકની પાતળી રોટલી વણી લો. પછી એક રોટલી લઈ એના પર ચોખાના લોટની પેસ્ટ પાથરો. એના પર બીજી રોટલી વણીને મૂકો. ફરીથી ચોખાની પેસ્ટ લગાવો અને ત્રીજી રોટલી મૂકો. હવે આ રોટલીઓનો ટાઇટ રોલ વાળો. જરૂર પડે ત્યાં ચોખાની પેસ્ટ લગાવતા જવું. રોલ કર્યા બાદ એને કાપી લો. દરેક કાપેલો લૂઓ લઈ એની પૂરી વણો. એમાં તૈયાર કરેલું પૂરણ ભરી અડધો ફોલ્ડ કરો. એની કિનારીઓને વાળીને સીલ કરો. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા ઘૂઘરાને તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. એને સર્વિંગ પ્લેટમાં કાઢીને પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK