Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પચરંગી વેજ-સૂપ

26 December, 2011 07:41 AM IST |

પચરંગી વેજ-સૂપ

પચરંગી વેજ-સૂપ


 




 


(આજની વાનગી-મીતા ભરવાડા)

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ ટમેટાં
  • ૫૦ ગ્રામ ફ્લાવર
  • ૫ ગ્રામ બેબીકૉર્ન
  • ૫૦ ગ્રામ મશરૂમ
  • એક કૅપ્સિકમ
  • એક ગાજર
  • એક ચમચી કૉર્નફ્લોર
  • એક ચમચી માખણ
  • ૩-૫ કળી વાટેલું લસણ
  • બે ચમચા ટમેટો કેચ-અપ
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે


રીત

સૌપ્રથમ ટમેટાંને સમારી એમાં થોડું પાણી નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ગળી લો. કૉર્નફ્લોરમાં થોડું પાણી નાખી મિક્સ કરી અલગ રાખો. બધાં શાકને મિડિયમ ટુકડામાં કાપી મીઠાવાળા પાણીમાં અધકચરા બાફી લો. હવે એક પૅનમાં માખણ ગરમ કરી એમાં લસણ સાંતળો. ત્યાર બાદ એમાં બધાં શાક, મીઠું અને મરી નાખી ફરી સાંતળો. હવે એમાં ટમેટાંનો તૈયાર કરેલો પલ્પ, કૉર્નફ્લોરવાળું પાણી અને ટમેટો કેચ-અપ નાખી હલાવો. ઢાંકીને ૪-૫ મિનિટ બૉઇલ કરો. ટોસ્ટ સાથે પીરસો.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2011 07:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK