કચ્છના એક નાના ગામના પાબીબેને બૉલીવુડ સુધી બનાવી પોતાની ઓળખ

Published: Apr 20, 2019, 15:13 IST

પાબીબેન રબારી ગુજરાતના કચ્છના એક નાના ગામ, ભરદોઈની રહેવાસી છે. જેમની કળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર જગ્યા મળી છે.

પાબીબેન સંગ એકતા કપૂર - તસવીર સૌજન્ય - પાબીબેન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
પાબીબેન સંગ એકતા કપૂર - તસવીર સૌજન્ય - પાબીબેન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

પાબીબેન રબારી ગુજરાતના કચ્છના એક નાના ગામ, ભરદોઈની રહેવાસી છે. જેમની કળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર જગ્યા મળી છે. ચોથી પેઢી સુધી પાબીબેન પોતાની એક વેબસાઈટ ચલાવે છે. વેબસાઈટ દ્વારા હાથથી બનેલા દરેક પ્રકારના પ્રોડક્ટ વહેંચાય છે. પાબીબેને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની લુપ્ત પરંપરાગત કળાને ખાસ ઓળખ આપી છે. પાબીબેન પોતાના આ કામના કારણથી, કળાના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે અને તેમની વેબસાઇટ ઘણી બધી કમાણી પણ કરે છે. 

pabiben_02

પાબીબેનની પાબીબેગ્સે ઉભી કરી લાખો રૂપિયાનું ટર્નઓવર કરનારી કંપની

પાબીબેન પોતાના રબારી સમુદાયની પહેલા એવી મહિલા છે, જેણે કેટલાક કારોબાર ઉભા કર્યા છે. આ વ્યવસાયનું ટર્નઓવર ફક્ત બે વર્ષમાં 20 લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે.

પાબીબેનની પારિવારિક આર્થિક સ્થિતિ ખરાબ થવાને કારણે એની માતા ઘરના કામકાજ કરતી હતી. પછી પાબીબેન તેની માતા સાથે પાણી ભરવાનું કામ કરતા હતા. આખો દિવસ કામ કર્યા પછી, પાબીબેનને 1 રૂપિયાની વેતન મળ્યું હતું. આર્થિક ગરીબીના કારણે જ પાબીબેનને ચોથા ધોરણ પછી અભ્યાસ કરવાની તક મળી નહીં.

pabiben_03

રબારી સમુદાયની પારંપરિકા પ્રથા

રબારી જાતિ ભારતના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં રહે છે જે અલગ-અલગ પેટા જાતિ તરીકે ઓળખાય છે. પાબીબેન ગુજરાતના આદિવાસી રબારી સમુદાયથી છે, અહીંયાની એક પ્રથા હતી કે દીકરી પોતાના સાસરે પોતાના હાથેથી બનેલા કપડા લઈ જવાના હોય છે. આ પ્રથાના ચાલતા ત્યા એક ખાસ પ્રકારના પરંપરાગત ભરતકામની કરવામાં આવે છે. પાબીબેને બાળપણમાં જ પોતાની માતા પાસેથી આ કળા શીખી હતી. આ ભરતકામનું વણાટ ઘણું બારીક હોય છે તે દિવસોમાં એક કાપડ તૈયાર કરવા માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગતો. આ કપડા તૈયાર કરવા માટે છોકરીને ઘણા દિવસો સુધી માતા-પિતા સાથે રહેવું પડતું. આ કારણોસર વૃદ્ધાઓએ આ પ્રથાને નાબૂદ કરી દીધી હતી, પરંતુ પાબીબેનને આ કામ માટે ખૂબ જ પ્રેમ હતો અને પાબીબેન ઇચ્છતા હતા કે આ કલા સમાપ્ત ન થાય.

વર્ષ 1998માં, તેમને એવી સંસ્થા સાથે કામ કરવાની તક મળી, જ્યાં આવી સમાન કલા માટે ભંડોળ પૂરું પાડવામાં આવતું. ત્યારે પાબીબેને આ કળાને બચાવવાની કોશિશ શરૂ કરી. ત્યારે એણે આ કળાને 'હરી-જરી' નામ આપ્યું. એમણે આ 'હરી-જરી' નામના ભરતકામમાં તેમને ઘણી સફળતા મળી. ઘણા સમય સુધી તેમણે આ સંસ્થા સાથે કામ કર્યુ, એમને 300 રૂપિયા પગાર મળતો હતો અને સાથે કામ પણ શીખવા મળ્યું.

pabiben_04

આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા ઊંચાઈ પર પાબીબેનનો કારોબાર

પાબીબેન પોતાના આ કામને લઈને આગળ વધી રહ્યા હતા કે તેમના લગ્ન થઈ ગયા. પાબીબેનના લગ્નમાં કેટલાક વિદેશી લોકો પણ આવ્યા, તેમને હાથેથી બનાવેલી બેગ પર ભેટમાં આપી. વિદેશી લોકોને પાબીબેનની બેગ ઘણી પસંદ આવી અને તેમણે પાબીબેનની આ બેગને પાબીબેગ' નામ આપ્યું. વિદેશીઓના આ વખાણને જોઈને પાબીબેનને એમના સાસરાના લોકોએ પણ સાથે આપ્યો. ત્યાંથી પાબીબેને પોતાનું કામ શરૂ કર્યુ અને એમના સપનાઓને એક ઊંચી ઉડાણ મળી.

ચોથી પેઢી પાબીબેન રબારીએ મહિલા કારીગરોને એમની ઓળખ આપીને 60 મહિલાઓની સાથે મળીને 'હરી-જરી' નામના ભરતકામથી 20 પ્રકારથી વધારે ડિઝાઈન્સની બેગ બનાવે છે. ગામ મહિલાઓની સાથે મળીને પાબીબેને પોતાની ફર્મ બનાવી જેનું નામ રાખ્યુ પાબીબેન ડૉ કૉમ. એમનો પહેલો ઑર્ડર 70 હજારનો મળ્યો. આજે કંપનીનો ટર્નઓવર 20 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

pabiben_05

ફિલ્મ લક બાય ચાન્સમાં પણ મળી જગ્યા

પાબીબેનની પાબીબેગને મોટા પડદાની ફિલ્મ 'લક બાય ચાન્સ'માં પણ ઉપયોગ કરવામાં આવી. જર્મની, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, લંડન જેવા કેટલાક શહેરોમાં એમના પાબીબેગની માંગ છે. સરકારે પણ પાબીબેનને ગ્રામીણ સાહસિક બનીને લોકોની મદદ કરવા માટે, વર્ષ 2016માં જાનકી દેવી બજાજ પુરસ્કાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યું છે. આજે પાબીબેન ડૉટ કૉમ દુનિયામાં સૌથી જાણીતું નામ બની ગયું છે.

pabiben_06

પાબીબેનની બેગ્સ પહોંચી હૉલીવુડ સુધી

હોલીવુડની ફિલ્મ 'ધ અધર એન્ડ ઓફ લાઈન'માં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી. અને ત્યારબાદ બૉલીવુડની ફિલ્મ્સ માટે પણ પાબીબેનની બેગ્સનો ઓર્ડર મળવા લાગ્યો. જેમ જેમ પાબીબેન સફળ થતાં ગયા તેમ તેમ પાબીબેન રબારી સમાજની અન્ય બહેનોને પણ સાથે જોડતા ગયા. રબારી સમાજની અન્ય મહિલાઓ જેઓ ભરતકામ જાણતી હતી તેમણે સાથે જોડીને એક કંપની બનાવવાનો નિર્ણય કર્યો.

ખરેખર, માનવામાં ન આવે, કે એવા ગામની મહિલા કે જ્યાં પાકા મકાનો પણ ન હોય, ના હોય કોઈ ડીગ્રી કે ટેકનોલોજી સાથેનો તાલમેલ, તેવા ગામની એક મહિલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી રહી છે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે. સાથે જ એવા ધ્યેય સાથે કે અન્ય કારીગરોને પણ સફળતા મળે અને તેઓ આગળ આવે. પાબીબેન પોતે તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને આજે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી રહ્યાં છે જેથી તેમની આવનારી પેઢીને તેમના જેવો સંઘર્ષ ન કરવો પડે. ખરેખર, આવી મહિલા આજે સમાજની કેટલીયે મહિલાનો પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK