લગ્ન પહેલાં ઓરલ સેક્સમાં કોઈ જોખમ ખરું?

Published: 10th November, 2011 19:15 IST

છેલ્લા દોઢ વરસથી મારે એક બૉયફ્રેન્ડ છે. અમે એકાંત મળે ત્યારે એકબીજાને કિસ કરીએ છીએ. થોડા સમય પહેલાં અમે પરસ્પર ઓરલ સેક્સ પણ માણ્યું હતું. એ દરમ્યાન તેણે મારા પ્રાઇવેટ પાર્ટ્સમાં ઊંડે સુધી બે આંગળીઓ પણ નાખી હતી ને મને ખૂબ મજા આવેલી.

 

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : છેલ્લા દોઢ વરસથી મારે એક બૉયફ્રેન્ડ છે. અમે એકાંત મળે ત્યારે એકબીજાને કિસ કરીએ છીએ. થોડા સમય પહેલાં અમે પરસ્પર ઓરલ સેક્સ પણ માણ્યું હતું. એ દરમ્યાન તેણે મારા પ્રાઇવેટ પાર્ટ્સમાં ઊંડે સુધી બે આંગળીઓ પણ નાખી હતી ને મને ખૂબ મજા આવેલી. જોકે એ દરમ્યાન મને બ્લીડિંગ નહોતું થયું. આ પહેલાં મેં ક્યારેય કોઈની સાથે સંબંધ નથી રાખ્યો, તો પછી બ્લીડિંગ કેમ નહીં થયું હોય? મારા બૉયફ્રેન્ડની ઇચ્છા છે કે અમે સમાગમ પણ કરીએ, પરંતુ લગ્ન પહેલાં મને એમ કરવું ઠીક નથી લાગતું. લગ્ન પહેલાં ઓરલ સેક્સમાં કોઈ જોખમ ખરું? મારી ફ્રેન્ડ્સનું કહેવું છે કે ઓરલ સેક્સ કરવાથી મારા બૉયફ્રેન્ડની સામે મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે. શું આનાથી ભવિષ્યમાં અમને સંબંધ રાખવામાં તકલીફ પડી શકે ખરી?

જવાબ : આપણા દેશમાં ઓરલ સેક્સને ગેરકાયદે ગણવામાં આવ્યું છે, પરંતુ બન્ને પાર્ટનરની મરજી હોય તો તમે મુખમૈથુનમાં રાચી શકો છો. એનાથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સીનું રિસ્ક ટળી જાય છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનું રિસ્ક ઘટી જાય છે. જોકે બન્ને પાર્ટનર્સ પોતાનાં જનનાંગોની સ્વચ્છતાની પૂરતી જાળવણી કરતાં હોય એ જરૂરી છે. રોજ નાહતી વખતે માઇલ્ડ સાબુ અને સહેજ હૂંફાળા પાણી વડે જનનાંગોને સાફ કરવામાં આવે એ જરૂરી છે.

તમારા પાર્ટનરે આંગળી નાખી ત્યારે કૌમાર્ય પટલ તૂટ્યું હોવાને કારણે પણ લોહી નીકળ્યું હોઈ શકે ને કદાચ આંગળીના નખથી સ્ક્રૅચ થવાને કારણે પણ થોડુંક લોહી દેખાયું હોઈ શકે. પશ્ચિમના દેશોમાં થયેલા એક સર્વેમાં કહેવાયું છે કે જે યુગલો સેક્સનો રોમાંચ લગ્ન સુધી અટકાવી રાખે છે તેઓ લગ્ન પછી વધુ ઉત્કટ સંબંધો માણે છે. સાઇકોલૉજિકલી જોવા જઈએ તો વાત યોગ્ય પણ લાગે છે. લગ્ન વિના પણ જે ઇન્ટિમસી મળી જતી હોય એની કદર એટલી નથી થતી જેટલી એનો પૂરતો ઇન્તેજાર કર્યા પછી મળે છે. ઓરલ સેક્સ કે સેક્સની મૂંઝવણ અનુભવવાને બદલે જલદી લગ્ન કરી લો અને પછી મુક્તમને ઇન્ટિમસી માણો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK