Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > OnePlus 7 Pro ભારતમાં થયો લોન્ચ, ત્રણ રિયર કેમેરા અને 12GB રેમ

OnePlus 7 Pro ભારતમાં થયો લોન્ચ, ત્રણ રિયર કેમેરા અને 12GB રેમ

15 May, 2019 10:29 AM IST |

OnePlus 7 Pro ભારતમાં થયો લોન્ચ, ત્રણ રિયર કેમેરા અને 12GB રેમ

 ત્રણ રિયર કેમેરા અને 12GB રેમ

ત્રણ રિયર કેમેરા અને 12GB રેમ


ચીની ફ્લેગશિપ સ્માર્ટફોન કંપની oneplusએ ભારત સાથે દુનિયાના ઘણા દેશોમાં oneplus7 અને 7 pro સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ OnePlus7 સાથે કઇંક નવું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સ્માર્ટફોનને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરાયો છે. oneplus 7 pro 6GB+128GB, 8GB+256GB, 12GB+256GB વેરિયન્ટ સાથે લોન્ચ કરાયો છે. આ સ્માર્ટફઓન મિરર ગ્રે કલર ઓપ્શન 17મે થી સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યારે નેબૂલા બ્લૂ કલર 28મેથી અને આલ્મંડ બ્લેક કલર જૂનમાં સેલ માટે ઉપલબ્ધ કરાશે.

oneplus 7 proની ડિસ્પ્લે 6.67 ઈંચની આવશે જે ફલૂડ એમોલડ ડિસ્પ્લે રહેશે અને 2K રિઝોલ્યૂશન આપશે. ફોનમાં ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવશે આ સાથે જ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનને આકર્ષક લૂક આપવામાં આવ્યો છે જે ફૂલ ગ્લાસ બોડી કર્વ્ડ ડિસ્પ્લે પેનલ સાથે આવશે. આ સિવાય ફોનમાં પોપ-અપ કેમેરા પણ આપવામાં આવ્યો છે.



આ છે oneplus 7 proના ફિચર્સ


- ફોનમાં 6GB/8G/12GB રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે.

- 128GB/256GB મેમરી ઓપ્શન


- oneplus 7 proના 855 ક્વાલકૉમ સ્નૈપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર સાથે આવશે.

- ફોનમાં 5G નેટવર્ક મોડમ સપોર્ટ કરશે

- oneplus 7 proમાં 4,000 Mahની દમદાર બેટરી આપવામાં આવી છે.

- ફોનમાં 5 વોલ્ટ અને 6 એમ્પિયરનું વ્રેપ ચાર્જર 30 સપોર્ટ કરશે. ફોન ડેશ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે

આ પણ વાંચો: Xiaomi હવે વેન્ડિંગ મશીનના માધ્યમથી વેચશે સ્માર્ટફોર્મ, નહીં જોવી પડે સેલની રાહ

- ફોનમાં 16 મેગાપિક્સલનો દમદાર પોપ-અપ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ બેકમાં 3 કેમેરા રહેશે જેમા એક 48 મેગાપિક્સલનો રહેશે જ્યારે બીજો કેમેરા 16 મેગાપિક્સલનો રહેશે જે વાઈડ એંગલ કેમેરા રહેશે. આ સાથે એક 8 મેગાપિક્સલનો ટેલીલેન્સ પણ આપવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2019 10:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK