મને ગમતી છોકરીને પણ મારામાં રસ છે, જોકે એ જસ્ટ ઇન્ફૅચ્યુએશન છે. શું કરુ

Published: Dec 09, 2019, 14:24 IST | Sejal Patel | Mumbai

અમે બન્ને એકમેક માટે બધી જ રીતે પર્ફેક્ટ હોઈએ એવું લાગે છે. તેની હર અદા પર હું વારી જાઉં છું અને આ વખતે તો બન્ને તરફથી લગભગ ઇક્વલ ડેસ્પરેશન છે. તો શું એ પછી પણ આ ઇન્ફૅચ્યુએશન જ હશે? શું મારે એમાં આગળ વધવું ન જોઈએ?

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સવાલ : હું કૉલેજના લાસ્ટ યરમાં ભણું છું અને મારા ક્લાસમેટ્સ કરતાં હું વધુ આઉટગોઇંગ છું. એને કારણે મને બહુબધી છોકરીઓ પર દિલ આવી જાય છે. પહેલી નજરે કોઈ બ્યુટિફુલ છોકરીને જોઉં ત્યારે તો એમ જ લાગે કે મળી ગયો મને લાઇફલૉન્ગ લવ. જોકે દરેક વખતે થોડી વાર બાદ એ લવની ‌ફીલિંગ હવા થઈ જાય છે. મારે પાંચ વર્ષ મોટો ભાઈ છે તે અત્યારે સ્ટેડી રિલેશનશિપમાં છે અને ઘરમાં તેનાં લગ્નની વાતો પણ ચાલે છે. તેની સાથે હું બધી જ વાતો શૅર કરું છું. અત્યાર સુધીમાં મેં જેટલી પણ ગર્લ્સ માટે ‘આ તો મારો ફાઇનલ લવ જ છે’ એમ માન્યું હોય એ બધામાં તે બહુ શાંતિથી મને કહે કે આ તો ઇન્ફૅચ્યુએશન જ છે. મને સમજાતું નથી કે તેને એ કેવી રીતે ખબર પડતી હશે? જ્યારે પૂછું ત્યારે કહે કે થોડો મોટો થા એટલે આપમેળે સમજાવા માંડશે. હાલમાં મારી એક ગર્લફ્રેન્ડ છે, તે મને સારો રિસ્પૉન્સ આપી રહી છે. એમાંય મારો ભાઈ કહે છે કે આ પણ ઇન્ફૅચ્યુએશન જ છે. મને ખબર પડી છે કે તે પણ મારા સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ઘણું સ્ટૉકિંગ કરે છે. મારી ઑનલાઇન ઍક્ટિવિટીઝને તે પણ ફૉલો કરે છે એવું લાગે છે. અમે બન્ને એકમેક માટે બધી જ રીતે પર્ફેક્ટ હોઈએ એવું લાગે છે. તેની હર અદા પર હું વારી જાઉં છું અને આ વખતે તો બન્ને તરફથી લગભગ ઇક્વલ ડેસ્પરેશન છે. તો શું એ પછી પણ આ ઇન્ફૅચ્યુએશન જ હશે? શું મારે એમાં આગળ વધવું ન જોઈએ? 

જવાબ : સૌથી પહેલાં વાત કરીએ ઇન્ફૅચ્યુએશનની. ગુજરાતીમાં એને મોહ અથવા આકર્ષણ કહે છે. આકર્ષણ થાય ત્યારે બધું જ ફૂલગુલાબી લાગે. બધું જ પર્ફેક્ટ હોય. ‘એક દૂજે કે લિએ’ બન્યાં છો જેવું લાગે. આખો‌ દિવસ એકમેકની નજીક રહેવાનું મન થાય. તમારા વિચારોમાં પણ સંપૂર્ણપણે એ જ વ્યક્તિએ કબજો જમાવી લીધો હોય. આ બધું થાય એનો મતલબ એ છે કે તમને એ વ્ય‌ક્તિમાં રસ પડી રહ્યો છે. રસ પડવો અને તેના પ્રત્યે અનાયાસ ખેંચાણ અનુભવાવું એ પ્રેમ નથી. કોઈકે બહુ સરસ કહ્યું છે કે જ્યારે તમે સામેવાળી વ્યક્તિને પર્ફેક્ટ માનતા હો ત્યારે એ ઇન્ફૅચ્યુએશન હોય છે અને જ્યારે તમને ખબર પડી જાય કે સામેવાળી વ્યક્તિ પર્ફેક્ટ નથી અને તેની નબળાઈ હોવા છતાં એનો તમને ફરક ન પડતો હોય તો એ પ્રેમ છે. મોટા ભાગે પ્રેમસંબંધોની શરૂઆત આકર્ષણના તબક્કાથી જ શરૂ થતી હોય છે. લવ ઍટ ફર્સ્ટ સાઇટ એ બીજું કંઈ નહીં, ઇન્ફૅચ્યુએશન જ છે.

એકમેકની નબળાઈઓ જાણવા માટે પણ પહેલાં દોસ્તી થવી જરૂરી છે. તમે દોસ્તીદાવે પરસ્પરને ઓળખતાં થાઓ, તમારી વચ્ચે એકબીજા સામે સારા દેખાવાની ફૉર્માલિટી તૂટે એ પછીથી જ રિયલ રિલેશનશિપ શરૂ થાય.

તમે જે વર્ણન કર્યું છે એ મુજબ બન્ને પક્ષે લાગણીના અંકુર ફૂટેલા છે. એવા સમયે આ સંબંધને પાંગરવાનો મોકો જરૂર આપવો જોઈએ. પણ ખૂબ ધીરજથી. જો અંકુરમાંથી રાતોરાત પ્રેમનો છોડ બની જાય એવી અધીરાઈ રાખશો તો કામ નહીં બને. લાગણીઓ અને અટ્રૅક્શનના ઊભરા થોડા કાબૂમાં આવે ત્યાં સુધી દોસ્તીને કોઈ ટૅગ આપ્યા વિના માણો. એકબીજાને વધુ ઓળખવાનો પ્રયત્ન કરો. મળો, ખૂબ વાતો કરો અને સાથે હરો-ફરો. એ પછી તમને એમાં આગળ વધવું કે નહીં એ સમજાશે.

બાકી, પ્રેમ છે કે નહીં એની ખાતરી કરવાની કોઈ જરૂર નથી. એ તો ઘણી વાર લગ્ન થયા પછી પણ કેટલાંક યુગલોને નથી સમજાતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK