એકવાર સમાગમ કર્યા બાદ બીજી વાર પ્રયત્ન કરું તો પૂરતી ઉત્તેજના નથી આવતી. કોઈ ઉપાય બતાવો

Published: Dec 09, 2019, 14:39 IST | Dr. Ravi Kothari | Mumbai

મે સાંજે એક વાર સમાગમ પછી અડધી રાતે બીજી વાર પ્રયત્ન કર્યો તો સફળતા મળી, પણ વહેલી સવારે ફરી પ્રયત્ન કર્યા છતાં ઉત્તેજના જોઈએ એટલી ન આવી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

 

 

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે અને લગ્નને ૬ મહિના થયા છે. મારા મોટા ભાગના મિત્રોનાં લગ્ન બે-અઢી વર્ષ પહેલાં થઈ ગયાં છે એટલે તેઓ બેડરૂમમાં મારા કરતાં વધુ અનુભવી છે. તેમને હવે એક રાતમાં બેથી ત્રણ વાર ઇન્ટરકોર્સ કરવાની ફાવટ આવી ગઈ છે. તેમનાં લગ્નને ખાસ્સો સમય થઈ ગયો હોવા છતાં આ બાબતે તેમની પત્નીઓ પણ બહુ હૅપનિંગ છે. તેમનું જોઈને અમે સાંજે એક વાર સમાગમ પછી અડધી રાતે બીજી વાર પ્રયત્ન કર્યો તો સફળતા મળી, પણ વહેલી સવારે ફરી પ્રયત્ન કર્યા છતાં ઉત્તેજના જોઈએ એટલી ન આવી. મારા ફ્રેન્ડ્સ કદી કોઈ ગોળી વગેરે લેતા નથી ને છતાં તેઓ અમુક કલાકના અંતરે વારંવાર સેક્સ કરી શકે છે. હમણાંથી તો મને બીજી વાર પ્રયત્ન કરું તોય પૂરતી ઉત્તેજના નથી આવતી.

જવાબ: મને એક વાતનો જવાબ આપજો કે બેડરૂમમાં જે સંતોષ તમે માણો છો એ કોના માટે હોય છે? તમારા અને તમારી પત્નીની ખુશી માટે કે પછી મિત્રો સાથે ડિંગો હાંકવા માટે? તમે એક વાર ઇન્ટરકોર્સ કર્યા પછી સંતુષ્ટ ફીલ કરતા હો તો શા માટે બે-ત્રણ કે પાંચ વાર ઇન્ટરકોર્સ કરવાની જરૂર પડે? સેક્સ એ નિજી સંતોષની બાબત છે એટલે બીજાનું જોઈને એમાં રેસ ન લગાવાય. માટે એક જ મંત્ર યાદ રાખો. સારી સેક્સલાઇફ માટે સૌથી પહેલાં તો બીજાની સેક્સલાઇફ સાથે તમારી સરખામણી કરવાનું બંધ કરો. જિંદગીમાં ક્યારેય કોઈ વાતે બીજાની કમ્પૅરિઝન ન કરવી એ સુખી થવાની ઉત્તમ ચાવી છે.

આ પણ વાંચો : મને ગમતી છોકરીને પણ મારામાં રસ છે, જોકે એ જસ્ટ ઇન્ફૅચ્યુએશન છે. શું કરુ

તમારો મિત્ર એક રાતમાં ચાર વાર સમાગમ કરે કે ચોવીસ વાર, એનાથી તમને શા માટે લઘુતાગ્રંથિ થવી જોઈએ? પરાણે વધુ વખત સેક્સ કરવાના પ્રયત્નમાં જે છે એનો પણ આનંદ ગુમાવી બેસો એવું ન થાય એની કાળજી રાખજો. સમતોલ આહાર, નિયમિત શારીરિક કસરત, યોગ્ય યોગાભ્યાસ, સિગારેટ અને શરાબથી દૂર રહેવું એ જ સુખી સેક્સલાઇફના આધારસ્તંભ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK