નવા વર્ષમાં ઘરને પણ બનાવો નવું

Published: 22nd December, 2011 09:11 IST

ઘરને રિનોવેટ કરાવો ત્યારે જો જરૂરી વાતોનું ધ્યાન નહીં રાખો તો જોઈતું પરિણામ નહીં મળેઘરને રિનોવેટ કરવું સામાન્ય વાત નથી; કારણ કે કેટલીક વાર લાખોનો ખચોર્ કર્યા બાદ પણ જોઈતું રિઝલ્ટ નથી મળતું અથવા કેટલીક વાર આપણે પોતાનું કામ જાતે ન જોતાં બીજાના આધારે છોડી દઈએ છીએ અને પાછળથી પસ્તાવાનો સમય આવે છે. અહીં જરૂરી નથી કે બધાને આ વિષયનું જ્ઞાન હોય જ. જોઈએ કેટલીક ઈઝી ટિપ્સ જેનાથી તમે તમારા ઘરનું રિનોવેશન જાતે જ ધ્યાન આપીને કરાવી શકશો.

હોમવર્ક કરો


જેવી રીતે હંમેશાં જ કહેવામાં આવ્યું છે કે પાંદડાનો રંગ ઊંધી બાજુએ વધુ લીલો હોય છે એમ તમે જે રંગ મૅગેઝિનમાં જોયો હતો એ તમારા ઘરની દીવાલોમાં પણ સારો જ લાગશે એવું તમે વિચાર્યું હશે, પણ અહીં તમારી ધારણા ખોટી પડી શકે છે. એનું કારણ એ છે કે મૅગેઝિનને તમે થોડા સમય માટે જ આંખની સામે રાખવાના છો, જ્યારે દીવાલ પર લાગેલા રંગ સાથે તમારે આખો દિવસ કાઢવાનો છે અને એટલે જ એવું કંઈ પસંદ ન કરો જે પહેલી નજરમાં ગમી જાય. ઘરમાં કયા ખૂણામાં કયા બદલાવ કરાવવા છે એ વિશે પહેલેથી જ નક્કી કરો અને એના પર કામ કરો.

પ્રોફેશનલ અથવા સેલ્ફ હેલ્પ

તમારે કોઈ પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનરની હેલ્પ લેવી છે કે પછી પોતાનું ઘર પોતે જ સજાવવું છે એ પહેલેથી નક્કી કરો. આ બન્ને વાતોમાં ખર્ચથી માંડીને ચૉઇસ સુધી બધી જ વાતોમાં ખૂબ તફાવત હશે, પણ જો પોતાની મરજી અને શોખથી જ ઘર સજાવવું હોય તો એના માટે પણ તમારે ડિઝાઇનરની જેમ જ પ્રૉપર મેજરમેન્ટ લઈને પેપર પર ડિઝાઇન બનાવવી પડશે. જરૂર પડે તો આઇડિયા લેવા માટે ઇન્ટિરિયર સ્ટોરની મુલાકાત લો અથવા મૅગેઝિનનો સહારો લો. પ્રોફેશનલ હેલ્પ અને સેલ્ફ હેલ્પને કમ્બાઇન કરીને પણ કામ કરી શકાય.

બજેટ સેટ કરો

ઘર રિનોવેટ કરવું એ કોઈ મજાક નથી માટે જો તમે એક વાર તમારા પ્લાન પ્રમાણે જ ચાલવાનું નક્કી કરી લીધું હોય તો બજેટ બનાવો અને એ પણ થોડા મોકળા મને, કારણ કે જ્યારે નિશ્વય કરી જ લીધો છે તો સસ્તો માલ વાપરીને પછીથી રડવાનું શું કામ? જો માલ અને ક્વૉલિટી સારાં હશે તો ફર્નિચર કે કલર લાંબા સમય સુધી સારાં રહેશે અને આ માટે જ તમારે પોતાનું બજેટ પહેલેથી જ સેટ કરી લેવું જરૂરી છે, જેથી તમારું પ્લાનિંગ પણ એ જ પ્રકારનું હોય.

સાથે-સાથે તમે બજેટને વળગી રહો એ પણ જરૂરી છે, કારણ કે મોટા ભાગે તમે બજેટની બહાર જવાનું વિચારશો જ.

વાયરિંગ

ઘરને રિનોવેટ કરતી વખતે બીજી એક ધ્યાનમાં રાખવા જેવી વાત એટલે બીજી ચીજો સાથે ઇલેક્ટિÿક વાયરિંગ અને સ્વિચ-બોર્ડને પણ રિનોવેટ કરો, કારણ કે આખા ઘરને સ્ટાઇલિશ લુક આપ્યા બાદ તમે જો જૂના સ્વિચ-બોર્ડ સાથે જ કાયમ રહેશો તો આખા રિનોવેશનની મજા બગડશે. વાયરિંગ દીવાલો પર બહાર ન દેખાય એનું પણ ખાસ ધ્યાન રાખો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK