Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વોટ્સએપ પર ડાર્ક મોડથી લઇને ગ્રુપ ઇન્વિટેશન સુધી ઉમેરાશે આ ખાસ ફીચર્સ

વોટ્સએપ પર ડાર્ક મોડથી લઇને ગ્રુપ ઇન્વિટેશન સુધી ઉમેરાશે આ ખાસ ફીચર્સ

24 February, 2019 09:07 PM IST |

વોટ્સએપ પર ડાર્ક મોડથી લઇને ગ્રુપ ઇન્વિટેશન સુધી ઉમેરાશે આ ખાસ ફીચર્સ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સોશિયલ મીડિયા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં આ વર્ષે ઘણા નવા ફીચર્સ ઉમેરાવાના છે. તેમાંથી કેટલાક ફીચર્સ આઇઓએસ ડિવાઇસ માટે રોલઆઉટ થઈ ચૂક્યાં છે જ્યારે ઘણા એવા ફીચર્સ છે જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેના ડિવાઇસ સાથે જોડાવાના છે. આજે અમે તમને કેટલાક એવા જ ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આગામી સમયમાં વોટ્સએપમાં ઉમેરાઇ શકે છે. તમને જણાવી દઇએ કે હાલના સમયમાં દુનિયાભરમાં આશરે 1.3 બિલિયન એટલે કે 130 કરોડ વોટ્સએપ યુઝર્સ છે જેમાં 200 મિલિયન એટલે કે 20 કરોડ ડેઇલી એક્ટિવ યુઝર્સ ભારતમાં છે.

વોટ્સએપ ગ્રુપ ઇન્વિટેશન



વોટ્સએપનું ગ્રુપ ઇન્વિટેશન ફીચર પહેલેથી જ કામ કરી રહ્યું છે પરંતુ આ ફીચરને વધુ સારું બનાવવામાં આવ્યું છે. આગામી અપડેટ્સમાં તેના લેટેસ્ટ ફીચરને રોલઆઉટ કરવામાં આવશે. તેના નવા ફીચર પ્રમાણે, વોટ્સએપ ગ્રુપ ઇન્વિટેશન માટે કોઇપણ યુઝરને કોઇ ગ્રુપમાં જોડવા માટે પરમિશન લેવી પડશે. પરમિશન વગર તમે કોઈપણ મેમ્બરને ગ્રુપમાં જોડી નહીં શકો. આ ફીચરનું બીટા વર્ઝન ટુંક સમયમાં જ આઇઓએસ માટે રોલઆઉટ કરવામાં આવશે.


વોટ્સએપ ડાર્ક મોડ

વોટ્સએપના આ ચર્ચિત ફીચરને તાજેતરમાં જ બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું છે. આ ફીચરને ટુંક સમયમાં જ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ માટે રોલઆઉટ કરવામાં આવશે.


ફિંગરપ્રિન્ટ લૉક

આ ફીચરને આઇઓએસ માટે પહેલા જ બહાર પાડવામાં આવી ચૂક્યું છે. વોટ્સએપના આ ફીચરને ટુંક સમયમાં એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપના આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના પર્સનલ ચેટ્સને બાયોમેટ્રિક લોક દ્વારા સિક્યોર કરી શકશે.

ઓડિયો મેસેજ

વોટ્સએપના ઓડિયો મેસેજના ફીચરને રિ-ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફીચરના જોડાઇ જવાથી યુઝર્સ કોઈપણ ઓડિયો ફાઇલને મોકલતા પહેલા રિવ્યુ કરી શકશે. આ ફીચરના ઉમેરાવાથી યુઝર્સ એકવારમાં મહત્તમ 30 ઓડિયો ફાઇલ્સ મોકલી શકશે.

વોઇસ મેસેજ

આ ફીચરના ઉમેરાવાથી તમે કોઇપણ યુઝરને સતત વોઇસ મેસેજ ઓર્ડરમાં મોકલી શકશે. તેની સાથે જ દરેક વોઇસ મેસેજને સાંભળવા માટે તમારે દરેક વખતે પ્લે બટન પર ટેપ નહીં કરવું પડે. પહેલો મેસેજ પ્લે થયા પછી સતત ઓર્ડરમાં મોકલવામાં આવેલા મેસેજને તમે પ્લે કર્યા વગર જ સાંભળી શકશો.

શૉ ઇન ચેટ

આ ફીચરના ઉમેરાવાથી કોઇપણ શેર કરવામાં આવેલી ઇમેજના મેઇન ઓરિજિનને તમે જોઇ શકશો. જો તમને કોઈએ ઇમેજ ફોરવર્ડ કરી છે તો તમને તેને સૌથી પહેલા મોકલનારા યુઝર વિશે માહિતી મળી જશે.

વોટ્સએપ સ્ટેટસ

વોટ્સએપ સ્ટેટસમાં પણ બદલાવ કરવામાં આવી શકે છે. આ નવા ફીચરના રોલઆઉટ થયા પછીથી તમને વોટ્સએપ સ્ટેટસમાં બદલાવ જોવા મળશે. જે યુઝર સાથે તમે સતત વાત કરો છો તેમનું સ્ટેટસ તમને સૌથી પહેલા જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 09:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK