રિલાયન્સ જ્વેલ્સે આ તહેવારની મોસમ માટે નવું ઉત્કલા કલેકશન રજૂ કર્યું

Published: 20th October, 2020 20:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઓડિશાની અજોડ કળાત્મક અને સાંસ્કૃતિક પરંપરા દ્વારા પ્રેરિત સોનું અને હીરાના દાગીનાની ખાસ શ્રેણી

એન્ટિક ફિનિશમાં નાજુક ફિલીગ્રી શૈલીના દાગીનાનો સમાવેશ થાય છે
એન્ટિક ફિનિશમાં નાજુક ફિલીગ્રી શૈલીના દાગીનાનો સમાવેશ થાય છે

રિલાયન્સ જ્વેલ્સે ખાસ દાગીનાના શ્રેણી ઉત્કલા રજૂ કરી છે, જે તહેવારની મોસમના શુભારંભનું પ્રતીક છે. આ કલેકશન ઓડિશાની સાંસ્કૃતિક પરંપરાઓથી પ્રેરિત છે અને પરફેક્શનની અત્યાધુનિક, પરંપરા અને સંસ્કૃતિનું દ્યોતક અજોડ મોટિફ્સ, પેટર્ન્સ અને ડિઝાઈનોનું અસલ સંમિશ્રણ છે.

gold

આ ખાસ કલેકશનમાં અદભુત ડિઝાઈનો સમાવિષ્ટ છે, જેમાં ગ્રાહકો વિવિધ પ્રકારની બારીકાઈથી તૈયાર કરાયેલા અને રુચિપૂર્ણ રીતે ઘડવામાં આવેલા દાગીનાના નંગોમાંથી પસંદગી કરી શકે છે. સુંદર કળાકારીગરી પ્રતીકાત્મક કોણાર્ક સૂર્યમંદિર કળા, મુક્તેશ્વર મંદિર કળા, પુરી જગન્નાથ મંદિર કળા, સીનથી નૃત્ય કળા, બોઈટા બાંધણા સમુદ્રિ વારસો અને સુંદર પટ્ટચિત્ર તસવીરી કળાથી પ્રેરિત છે.

ચોકર સેટ્સથી ટૂંકા નેકલેસથી લાંબા નાજુક અને મનોહર નેકલેસ સેટ્સ સુધી, વિવિધ અવસરો અને બજેટને અનુકૂળ વરાઈટી તેમાં છે. સોનાના કલેકશનમાં ડિઝાઈન 22 કેરેટ સોનામાં ઘડવામાં આવ્યું છે અને તેમાં એન્ટિક અને પીળા સોનાના ફિનિશ સાથે ખાસ પારંપરિક દાગીના અને પીળા સોના અને એન્ટિક ફિનિશમાં નાજુક ફિલીગ્રી શૈલીના દાગીનાનો સમાવેશ થાય છે. હીરાનો સેટ 18 કેરેટ સોનાનાં ઘડવામાં આવ્યો છે, જે તમારા તહેવાર અને સમકાલીન લૂક્સ માટે અનુકૂળ છે.

gold

રિલાયન્સ જ્વેલ્સના પ્રવક્તાએ આ લોન્ચ પર બોલતાં જણાવ્યું હતું કે સોનાની ખરીદી ધનતેરસ દરમિયાન પાવન માનવામાં આવે છે અને અમને મંદિરની જ્વેલરીના અમારા ડિઝાઈનના વારસાને ચાલુ રાખવા માટે અમારું ખાસ ઘડવામાં આવેલું ઓર્નેટ કલેકશન ઉત્કલા ઓફર કરવાની ખુશી છે. દરેક સોનું અને હીરાના નેકલેસ, એરિંગની જોડી અને સેટ ઓડિશાની અલગ અલગ કળા અને વારસાગત ખજાનાની ખૂબીઓ આલેખિત કરે છે. ધનતેરસના પાવન તહેવારની આગળ આ કલેકશનની ઓફર તેને વધુ વિશેષ બનાવે છે અને અમે અમારા મહેમાનો તે ધારણ કરીને શ્રેષ્ઠતમ દેખાય અને પાવન ખુશીનો અનુભવ કરે તે જોવા ઉત્સુક છીએ.

ઉત્કલા કલેકશનમાં ઘડવામાં આવેલા દરેક દાગીના બારીકાઈભરી કળાકારીગરી અને ઉત્તમ ગુણવત્તાનું નિશાન છે અને બ્રાન્ડ રિલાયન્સ જ્વેલ્સનો ભરોસો ધરાવે છે. ઉત્કલા કલેકશન 17મી ઓક્ટોબરથી ભારતભરના રિલાયન્સ જ્વેલ્સનાં આઉટલેટ્સમાં મળશે. ઉફરાંત સોનાના દાગીના અને સોનાના સિક્કાના ઘડામણ શુલ્ક પર ફ્લેટ 30 ટકાની છૂટ અને હીરાના દાગીનાના ઈન્વોઈસ મૂલ્ય પર 30 ટકા સુધી છૂટની વિશેષ ઓફર 16 નવે. 2020 સુધી બધા ગ્રાહકો માટે રખાઈ છે. નિયમો અને શરતો લાગુ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK