Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ ભારત માટે લાવી આ ખુશખબર

નેટફ્લિક્સ ભારત માટે લાવી આ ખુશખબર

20 November, 2020 02:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેટફ્લિક્સ ભારત માટે લાવી આ ખુશખબર

નેટફ્લિક્સ

નેટફ્લિક્સ


નેટફ્લિક્સ ભારતમાં બે દિવસ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરશે. માં હેઠળ પાંચ તથા છ ડિસેમ્બરના રોજ ઑડિયન્સ આ પ્લેટફોર્મ પર પોતાનું મનપસંદ કન્ટેન્ટ (વેબ શો, મૂવી) મફતમાં જોઈ શકશે. આ સુવિધા તે દર્શકોને પણ મળશે જેમણે નેટફ્લિક્સ સબસ્ક્રાઇબ કરાવ્યું નથી.

'ભારતમાં કોઈ પણ બે દિવસ સુધી બ્લોકબસ્ટર મૂવી, મોટી સીરિઝ, અવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટ્રી તથા એન્ટરટેઇનિંગ રિયાલિટી શો જોઈ શકશે.' મોનિકાના મતે, પ્લેટફોર્મનું પ્રીમિયમ કન્ટેન્ટ પણ આ બે દિવસ સુધી મફતમાં મળશે. નેટફ્લિક્સના માધ્યમથી અમે ભારતના એન્ટરટેઇનમેન્ટ લવર્સ માટે વિશ્વભરની વધુમાં વધુ વાર્તાઓ લાવવા માગીએ છીએ. આથી જ અમે આ સ્ટ્રીમ ફેસ્ટ હોસ્ટ કરી રહ્યાં છીએ. ચાર ડિસેમ્બરની રાત્રે 12.01થી 6 ડિસેમ્બરની રાત્રે 11.59 સુધી નેટફ્લિક્સ બિલકુલ મફત છે.', એમ નેટફ્લિક્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ (કન્ટેન્ટ) મોનિકા શેરગિલે પોતાના બ્લોગમાં કહ્યું હતું.



કંપનીના મતે જે લોકો નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર નથી, તેઓ પોતાના ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરથી સાઈન અપ કરી શકશે. આ માટે કોઈ પણ પ્રકારના ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી આપવાની જરૂર પડશે નહીં. જોકે, ફેસ્ટિવલ દરમિયાન સાઈન અપ કરનાર યુઝર્સને માત્ર SD (સ્ટાન્ડર્ડ ડેફિનેશન)માં કન્ટેન્ટ જોવા મળશે. આ ઉપરાંત નેટફ્લિક્સ ફ્રીમાં જોતા દર્શકોની સંખ્યા પણ સીમિત કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK