સ્પૅનિશ ડિઝર્ટ ચુરોઝ (રીડર્સ રેસિપી)

Published: Aug 13, 2019, 16:09 IST | નીપા ઠાકર | મુંબઈ ડેસ્ક

મીડિયમ ગૅસ પર તળાઈ ગયા પછી કેસ્ટર શુગર અને તજમાં મિશ્રણને રગદોળો અને સર્વ કરો. ચૉકલેટ સૉસ સાથે પણ સર્વ કરી શકો.

સ્પૅનિશ ડિઝર્ટ ચુરોઝ
સ્પૅનિશ ડિઝર્ટ ચુરોઝ

રીડર્સ રેસિપી

સામગ્રી

મેંદો ૨૦૦ ગ્રામ
પાણી ૨ કપ
અમૂલ બટર ૩ ટી-સ્પૂન
સાકર ૩ ટી-સ્પૂન
તેલ તળવા માટે

સર્વિંગ
કેસ્ટર શુગર ૨ ટી-સ્પૂન
તજનો પાઉડર ૧ ટી-સ્પૂન
ચૉકલેટ સૉસ

રીત
કઢાઈ લો. એમાં પાણી, સાકર, બટર ઉમેરો. પાણી ઊકળવાનું શરૂ થાય એટલે એમાં મેંદો ઉમેરો. (ગૅસ સ્લો રાખવો) મિશ્રણ સરખું મિક્સ કરો. ગોળા જેવું બની જશે. હવે આ મિશ્રણને ૩ મિનિટ ઠંડું થવા દો. ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકો. મિશ્રણને પાઇપિંગ બૅગમાં સ્ટાર નોઝલ નાખીને ભરો. હવે તેલમાં (લાંબી લાઇનની જેમ નાખો) તળી લ્યો. મીડિયમ ગૅસ પર તળાઈ ગયા પછી કેસ્ટર શુગર અને તજમાં મિશ્રણને રગદોળો અને સર્વ કરો. ચૉકલેટ સૉસ સાથે પણ સર્વ કરી શકો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK