આ ઍક્ટ્રેસોના ડ્રેસ છે નવરાત્રિ માટે પર્ફેક્ટ

Published: 16th October, 2012 05:32 IST

છેલ્લા કેટલાક સમયથી ઍક્ટ્રેસોનાં ઘાઘરા-ચોલીઓમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે.
સ્ટાર & સ્ટાઇલ

છેલ્લા કેટલાક સમયથી ઍક્ટ્રેસોનાં ઘાઘરા-ચોલીઓમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. ટિપિકલ નેટનાં ઘાઘરા-ચોલીના બદલે હવે બૉલીવુડની આ બ્યુટીઓ ટિપિકલ ટ્રેડિશનલ સ્ટાઇલનાં ચણિયા-ચોળી પહેરેલી જોવા મળી રહી છે. આ બ્રાઇટ રંગો ફેસ્ટિવલ મૂડ પ્રમાણે પર્ફેક્ટ છે. એ સિવાય એ કૉટન નહીં; બલ્કે રૉ-સિલ્ક, શિફોન અને જ્યૉર્જેટ જેવા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યાં છે. આ ટાઇપનાં ચણિયા-ચોળી મોટા ભાગે ફૅશન ડિઝાઇનર નિશ્કા લુલ્લાએ ડિઝાઇન કરેલાં છે. નિશ્કાએ પોતાની બધી જ ડિઝાઇનોમાં ગોટા વર્ક, કચ્છી ભરત અને ટ્રેડિશનલ આભલાં લગાવવાની પદ્ધતિનો વપરાશ કર્યો છે. ટિપિકલ કોટનનાં આભલાં, કોડીવાળાં ઘેરદાર ચણિયા-ચોળી ન પહેરવાં હોય તો એ એ-લાઇન ચણિયા-ચોળી ટ્રેડિશનલ વેઅર તરીકે પર્ફેક્ટ લાગશે.

આ લુક પરંપરાગત લાગશે, પણ સાથે જ વધુ ઝાકમઝોળ અને ચમકીલો, પણ નહીં લાગે એટલે થોડાં સિમ્પલ કપડાંમાં ગરબા રમવાનો શોખ હોય તો આ પરફેક્ટ છે. રંગો બ્રાઇટ છે એટલે સાથે વધુ પડતી જ્વેલરી પહેરવાની પણ જરૂર નથી. વાળ બાંધો અથવા છુટ્ટા રાખો, તમારી ચૉઇસ. યંગ છોકરીઓ માટે આ લુક ખૂબ સારો રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK