વાગ્દેવી સરસ્વતીની પૂજાના આ પવિત્ર અવસરે 'સ્વરગુર્જરી' દ્વારા ત્રણ દેવીની ઉપાસના પ્રસ્તુત થઈ હતી. મા સરસ્વતી, મા મહાલક્ષ્મી અને મા દુર્ગા. ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા ઉપજ્ઞા પંડ્યાના કંઠે સરસ્વતી વંદના રજૂ થઈ તેમજ અમદાવાદની નૃતિ નૃત્ય સંસ્થા દ્વારા મા દુર્ગા અને મા મહાલક્ષ્મીની આરાધનાનાં નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યાં.
વાકબારસ એટલે જીવનમાં કળા, સાહિત્ય, સંગીત અને સર્જકતાનું મહત્વ. મહાલક્ષ્મી સમૃદ્ધિનું પ્રતીક તથા મા દુર્ગા શક્તિ સ્વરૂપા. કલા ઉપાસકો અને આપણા સૌ ઉપર પર દેવી કૃપા કૃપા સદૈવ વરસતી રહે એ જ અભ્યર્થના.
'સ્વરગુર્જરી': રૂપેરી સૃષ્ટિનો રૂપાળો ચાંદ ઉજવીએ જ્યારે અમાસની અજવાળી દિવાળી નજીક છે
10th November, 2020 13:46 ISTરાસમણિનો રમણીય રાસ તથા નારીશક્તિને ઉજાગર કરતો ગરબો
27th October, 2020 14:15 IST'સ્વરગુર્જરી': સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે અને જગત જનની....
20th October, 2020 17:23 ISTદર્શન રાવલની ફૅન્સને ભેટ: જન્મદિવસે રિલીઝ થયું નવું ગીત 'જુદાઈયાં'
18th October, 2020 14:35 IST