'સ્વરગુર્જરી': સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે અને જગત જનની....

Updated: 21st October, 2020 12:08 IST | Nandini Trivedi | Mumbai

.વિડિયોમાં દેશમાં જુદાં જુદાં સ્થાનોએ વસતાં એમનાં શિષ્યગણની સોળ શિષ્યાઓએ રાગ મિશ્ર ભૈરવીમાં માતા દુર્ગાની સ્તુતિ ખૂબ સુંદર પ્રસ્તુત કરી છે.

સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે શાસ્ત્રીય સંગીતનું અગ્રગણ્ય નામ. તેઓ માત્ર ગાયિકા કે પરફોર્મર જ નથી, ઉત્તમ કેળવણીકાર, સ્વરકાર, લેખિકા અને કવયિત્રી પણ છે. દેશ-વિદેશમાં અનેક શિષ્યોને માર્ગદર્શન આપતાં ડૉ. પ્રભા અત્રેએ પુણેમાં સ્વરમયી ગુરૂકુળ તથા ડૉ. પ્રભા અત્રે ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ બન્ને સંસ્થાનો દ્વારા શાસ્ત્રીય સંગીતની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.
ડૉ. પ્રભા અત્રે ફાઉન્ડેશન દ્વારા ખાસ નવરાત્રિ નિમિત્તે ગઈકાલે 19 ઓક્ટોબરે રીલિઝ કરવામાં આવેલા જગત જનની...વિડિયોમાં દેશમાં જુદાં જુદાં સ્થાનોએ વસતાં એમનાં શિષ્યગણની સોળ શિષ્યાઓએ રાગ મિશ્ર ભૈરવીમાં માતા દુર્ગાની સ્તુતિ ખૂબ સુંદર પ્રસ્તુત કરી છે.

જગત જનની ભવતારિણી એવી મા દુર્ગાની આ ભક્તિરચના દ્વારા મા દુર્ગાને પ્રાર્થના કરીએ કે અત્યારના વૈશ્વિક સંકટમાંથી આપણને મુક્ત કરે. નવરાત્રીની શુભકામનાઓ!

First Published: 20th October, 2020 17:23 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK