મારી પત્ની ઓરલ સેક્સ માટે તૈયાર નથી થતી શું થઇ શકે?

Published: 12th October, 2020 19:16 IST | Dr.Ravi Kothari | Mumbai

આપણા દેશમાં ઓરલ સેક્સ ગેરકાનૂની ગણાય છે, પરંતુ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયામાં કશું ખોટું નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ - લગ્નને સાતેક વરસ થઈ ગયા હોવા છતાં હજી હું મારી વાઇફને મુખમૈથુન માટે રાજી નથી કરી શક્યો. તેની ઍક જ દલીલ હોય છે કે ઍવું ગંદું ન કરાય. વિરોધાભાસ ઍ છે કે જ્યારે હું પરાણે તેને મુખમૈથુન કરી આપું છું ત્યારે તે સામેથી જ કહે છે કે તેને ખરેખર ખૂબ જ આનંદ આવ્યો. તે આનંદ અનુભવી રહી છે ઍ તેના ચહેરા પરથી પણ દેખાય છે. ઍ છતાં તે ક્યારેય સામેથી ઓરલ સેક્સ માટે તૈયાર ન થાય. હું તેને કંઈક ડિફરન્ટ કરવા માટે સમજાવતો રહું છું, પણ તેને શંકા રહે છે કે મુખમૈથુનથી રોગો ફેલાય છે. મુખમૈથુન કરવામાં તેને થોડુંક ગંદું પણ લાગે છે. શું આ શંકા સાચી છે? છોછ દૂર કરવા શું થઈ શકે?
જવાબ- મહર્ષિ વાત્સ્યાયને મુખમૈથુનને પણ મૈથુનનો જ ઍક પ્રકાર ગણાવ્યો છે. ઍનાં શિલ્પો ખજૂરાહોમાં તેમ જ અન્ય પૌરાણિક સ્થાપત્યોમાં આપણને જાવા મળ્યાં છે. આપણા દેશમાં ઓરલ સેક્સ ગેરકાનૂની ગણાય છે, પરંતુ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયામાં કશું ખોટું નથી. ભલે પહેલી નજરે તમારી વાઇફ ઍમ કરવાની ના પાડતી હોય, પણ જ્યારે ઍ ક્રિયા કરવામાં આવે ત્યારે તેને ઍમાં ખૂબ જ આનંદ આવે છે. ઍ છતાં તે ના પાડે છે ઍનો મતલબ ઍ જ કે તેના મનમાં મુખમૈથુન માટે ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ છે.
મુખમૈથુન કરવાનો પહેલો નિયમ છે કે બન્ને પાર્ટનર્સે ઍકમેકને વફાદાર રહેવું. ઍકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો ઍનાથી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ નહીંવત્ રહે છે. જાકે સ્ત્રી અને પુરુષ બન્નેઍ પોતાનાં જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી જાઈઍ. સ્ત્રીઓ જ્યારે પણ યુરિન પાસ કરે ત્યારે સ્વચ્છ પાણીથી ઍ ભાગ ધોઈને કોરો કરવો જાઈઍ. પુરુષોઍ પણ દિવસમાં બે વાર ઍ ભાગને સાબુથી ચોળી ચોખ્ખા પાણીથી સાફ કરવો જાઈઍ. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાપી, શેવ કરીને કે ટ્રિમ કરીને સ્વચ્છતા જાળવવી
જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK