મારી વાઇફને પોતાના ફિગર માટે કૉમ્પ્લેક્સ છે. દૂર કરવા શું કરવુ?

Updated: 28th December, 2018 10:38 IST | ડૉ.રવિ કોઠારી

જોકે સમસ્યા એ છે કે મારી વાઇફને પોતાના ફિગર માટે કૉમ્પ્લેક્સ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ 

સવાલ : અમારાં લવમૅરેજ થયેલાં છે અને અમે બન્ને એકમેકને ખૂબ પ્રેમ કરીએ છીએ. જોકે સમસ્યા એ છે કે મારી વાઇફને પોતાના ફિગર માટે કૉમ્પ્લેક્સ છે. અમે જ્યારે કૉલેજમાંથી ચોરીછૂપી મૂવી જોવા જતાં ત્યારે હિરોઇનોનાં બિકિનીવાળાં દૃશ્યો જોઈને હું તેની સાથે મજાક પણ કરતો. તે પણ મને હીરોના સિક્સ-પૅક્સ જોઈને મારા પેટની ચરબીની મજાક કરતી. જોકે આ બધી વાતો અમારાં લગ્ન નહોતાં થયાં ત્યારની હતી અને હું પણ આ બાબતે ક્યારેક તેને ચીડવતો હતો. હકીકત એ છે કે તેની ઉંમરની બીજી સ્ત્રીઓ કરતાં મારી વાઇફ ઘણી સુડોળ, નમણી અને બ્યુટીફુલ છે. લગ્ન થયાં ત્યાં સુધી મને ખબર નહોતી કે તેને કૉમ્પ્લેક્સ છે, પણ તે હંમેશાં સમાગમ દરમ્યાન અંધારું હોવાનો આગ્રહ કરે છે એ પરથી મને આ વાત સમજાઈ છે. તેને ઉજાશમાં કપડાં દૂર કરવામાં ખૂબ જ સંકોચ નડે છે. આ કૉમ્પ્લેક્સ દૂરકરવા માટે કોઈ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ?

જવાબ : અજાણતાં જ તમે સરખામણી કરીને પત્નીના મનમાં દેખાવને લઈને ગ્રંથિ ડેવલપ કરી છે. દરેક સ્ત્રીને સુંદર દેખાવું ખૂબ ગમતું હોવાથી પોતાના દેખાવ બાબતે લઘુતાગ્રંથિ ધરાવતી યુવતીઓ માટે પોતાનું શરીર અનાવૃત કરવાનું ખૂબ અઘરુંહોય છે. સ્ત્રી ભલે ગમેએટલીસુંદર હોય, તેને પોતાના ફિગરમાં કંઈક ખામી તો લાગ્યા જ કરતી હોય છે.

તમારી મજાકથી આ શરૂ થયું છે ત્યારે તમારે જ એ ગ્રંથિને દૂર કરવી પડશે. તેની સરખામણી બીજા સાથે કરવાને બદલે તે કેટલી યુનિક અને સુંદર છે એનું ભાન કરાવો. તેના ફિગરની કઈ બાબતો તમને ખૂબ જ અટ્રૅક્ટ કરે છે એ તેને જણાવો. ફોરપ્લે દરમ્યાન તમારે લાઇટ ચાલુ રાખવા બાબતે પ્રેશર કરવાની જરૂર નથી. માત્ર તેના સૌંદર્યનાં વખાણ કરતા રહો.

First Published: 28th December, 2018 09:41 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK