સવાલ- મારી ઉંમર ૩૮ વર્ષ છે. લગ્ન અને બાળકો બધું જ મોડું થયું છે. મારો દીકરો હજી છ મહિનાનો છે. લગ્નને પંદર વરસ થઈ ગયાં છે. સમસ્યા એ છે કે બાળકના જન્મ પછીથી મારી સેક્સલાઇફ ખોરવાઈ ગઈ છે. પ્રેગ્નન્સી દરમ્યાન પણ અમારે ખૂબ કાળજી રાખવી પડેલી ને હવે બાળક નાનું છે એટલે ક્યારેક જ પત્ની તૈયાર થાય છે. જુવાનીમાં હસ્તમૈથુન કરતો, પણ બહુ ઓછું. હવે એની ફ્રીક્વન્સી વધી છે. હવે ઇન્દ્રિયને પથારી સાથે ઘર્ષણ કરીને તો ક્યારેક હસ્તમૈથુનમાં અને કલ્પનાઓમાં મૈથુનનો સંતોષ માનું છું. મારી સમસ્યા એ છે કે આમ કરવાને કારણ ઇન્દ્રિયમાં ચાંદાં પડી જાય છે અને ઉપરની ચામડી ખેંચાતાં ચીરાય છે અને એને રુઝાતાં વાર લાગે છે. એને કારણે હવે પત્ની સાથ ન આપે ત્યારે હસ્તમૈથુનનો વિકલ્પ પણ નથી રહેતો. પત્નીને તૈયાર કરવા શું કરવું?
જવાબ- ડિલિવરી પછી થોડોક સમય હૉર્માનલ અસંતુલનને કારણે સેક્સની ઇચ્છા ઘટી જાય એવું બની શકે છે. આવા સમયે પત્ની પર અકળાવાને બદલે પ્રેમ, હૂંફ અને સમજાવટથી કામ લેવાની જરૂર છે. જો નજાકતપૂર્વક ક્રિયા કરવામાં આવે તો હસ્તમૈથુન વખતે તમને કોઈ તકલીફ ન થાય. તમે હસ્તમૈથુન કરો છો ત્યારે ચાંદાં પડી જાય છે એ થોડીક નવાઈની વાત લાગે છે. શું તમે જે ચીજ સાથે ઇન્દ્રિયનું ઘર્ષણ કરો છો એ એટલી કડક કે ખરબચડી હોય છે? હસ્તમૈથુન વખતે પણ જો સૂકી ત્વચા હોય તો ઘર્ષણ વધુ થાય. સાદું કોપરેલ તેલ લઈને પ્રયોગ કરશો તો સુંવાળપ પણ અનુભવાશે, ઘર્ષણ પણ નહીં થાય અને હસ્તમૈથુનનો આનંદ પણ વધશે.
ઘર્ષણને કારણે જો ચાંદાં પડતાં હશે તો એ અટકશે. જો ઇન્દ્રિયને ઘસીને મૈથુન કરતા હો તો જે-તે ચીજ સુંવાળી હોય એનું ધ્યાન રાખો. તમારી પત્નીની સેક્સમાંથી રુચિ શા માટે ઓછી થઈ ગઈ છે એનું કારણ જાણવા કોઈ સારા મનોચિકિત્સકનું માર્ગદર્શન લેશો તો તમારી સેક્સની ગાડી ફરી પાટા પર ચડી જશે. ત્યાં સુધી અંગત સંતોષ માટે હસ્તમૈથુન કરવાથી કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી.
પત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 IST