જ્યારે પણ હું ફિઝિકલ ઇન્ટરકોર્સ કરું એ પછીથી મને ભયંકર માથું દુખવા લાગે છે

Published: Jan 02, 2020, 15:59 IST | Dr. Ravi Kothari | Mumbai

હું ૩૧ વર્ષનો છું અને મારાં લગ્ન થવાનાં છે અને હું અત્યારે વિચિત્ર કશ્મકશમાં છું. મને એક તરફ સાંસારિક જીવન તરફ વળવાની ઇચ્છા નથી, પરંતુ માત્ર ફિઝિકલ જરૂરિયાતોને ખાળી શકતો ન હોવાથી હું દ્વિધા અનુભવું છું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૩૧ વર્ષનો છું અને મારાં લગ્ન થવાનાં છે અને હું અત્યારે વિચિત્ર કશ્મકશમાં છું. મને એક તરફ સાંસારિક જીવન તરફ વળવાની ઇચ્છા નથી, પરંતુ માત્ર ફિઝિકલ જરૂરિયાતોને ખાળી શકતો ન હોવાથી હું દ્વિધા અનુભવું છું. મારી વિચિત્ર સમસ્યાને કારણે લગ્ન કરવાનોય ડર લાગે છે. ઘણાં વર્ષો સુધી મેં લગ્ન ટાળ્યાં હતાં પણ હવે પરિવારજનોની મરજી આગળ મારું કશું ચાલે એમ નથી. મને ફિઝિકલ ઇચ્છાઓ ખૂબ તીવ્રપણે થતી હોવાથી હું અનૈતિક કામમાં પડી ગયો છું. લગ્ન વિના મારી ગર્લફ્રેન્ડ સાથે હું ફિઝિકલી ઍક્ટિવ છું. હવે સમસ્યા એ છે કે જ્યારે પણ હું ફિઝિકલ ઇન્ટરકોર્સ કરું એ પછીથી મને ભયંકર માથું દુખવા લાગે છે. બાકી મને ક્યારેય માથું દુખતું નથી. ભૂખ્યો હોઉં, ખૂબ થાક્યો હોઉં કે પૂરતી ઊંઘ ન થઈ હોય તો પણ કદી માથું નથી દુખતું. પેઇનકિલર લઉં પછી જ ફરક પડે. એમ છતાં મને ફરીથી જાતીય ઇચ્છા જાગે જ છે. મને સમજાતું નથી કે આ કેવું છે?

જવાબ : તમારી સમસ્યા ખરેખર પજવનારી છે, પણ આવું સાવ જ અનકૉમન નથી. સમાગમ કર્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે છે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય. મને એવું લાગે છે કે તમે એક તરફ ફિઝિકલ ઇચ્છાઓની તીવ્રતા અને બીજી તરફ સંસાર તરફ વળવાની અનિચ્છા એ બન્ને વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હોવાથી આ અસમંજસ છે.

તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનો છો? વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ ભ્રમણામાં ન રહેતાં એક વાર કોઈ સારા ન્યુરોલૉજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કૅનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK