મારી સમસ્યા એ છે કે ચાર-પાંચ જ મિનિટમાં ઇજેક્યુલેશન થઈ જાય છે. શું કરું

Published: Mar 18, 2020, 16:43 IST | Dr. Ravi Kothari | Mumbai

સમસ્યા એ છે કે ચાર-પાંચ જ મિનિટમાં ઇજેક્યુલેશન થઈ જાય છે. હવે ઉત્તેજક દૃશ્યો ન જોઉં તો ઉત્તેજના નથી આવતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : યંગસ્ટર્સની સેક્સલાઇફ શરૂ થાય, પણ મારી તો પૂરી થવા આવી છે. કૉલેજમાં હતો ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત હતી. આમ તો હું નહોતો કરતો, પરંતુ એને કારણે રાતના વધુ સ્ખલન થતું. મારા મિત્રો સાથે રહીને પૉર્ન-ક્લિપ સાથે મૅસ્ટરબેશન કરતાં શીખેલો. હજીય એ આદત રહી ગઈ છે. ઑલમોસ્ટ એકાંતરે દિવસે મૅસ્ટરબેશન કરું છું, પણ સમસ્યા એ છે કે ચાર-પાંચ જ મિનિટમાં ઇજેક્યુલેશન થઈ જાય છે. હવે ઉત્તેજક દૃશ્યો ન જોઉં તો ઉત્તેજના નથી આવતી. અને જોતાં-જોતાં મૅસ્ટરબેશન કરું તો ખૂબ ઝડપથી સ્ખલન થઈ જાય છે. મારી ઉંમરના અન્ય કોઈ પણ દોસ્તોને આવી તકલીફ નથી થતી. શું હું ખોટી રીતે મૅસ્ટરબેશન કરતો હોઈશ? હવે ગર્લફ્રેન્ડ સાથે નજદીકી કેળવવાનો વિચાર પણ મને નથી આવતો. શું કરવું?

જવાબ : જાતીય જીવનમાં આનંદ કઈ રીતે લઈ શકાય એ કોઈએ કોઈને શીખવવું નથી પડતું. જો તમે તમારી કુદરતી ઇન્સ્ટિક્ટને સમજો તો કોઈને મૅસ્ટરબેશન કરતાં શીખવવું પડતું નથી. તમે જાત પર ભરોસો રાખવાને બદલે દોસ્તો પર વધુ ભરોસો રાખો છો એવું લાગે છે. સામાન્ય રીતે પૉર્નોગ્રાફી ક્લિપ્સ ઉત્તેજક દૃશ્યોને કારણે ઉત્તેજનાનું પ્રમાણ વધે છે અને લોહીનું ભ્રમણ પણ વધતાં ઝડપથી સ્ખલન થઈ જવાની શક્યતાઓ વધે છે. બીજું પૉર્નોગ્રાફી જોતી વખતે મનમાં કંઈક ખોટું કરતા હોવાની અને કોઈ જોઈ જશે તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે એવી ગુનાહિત લાગણી પણ ભળે છે. આ ઍન્ગ્ઝાયટીને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જાય છે અને વારંવારની નિષ્ફળતા પછી તમારા કૉન્ફિડન્સ પર પણ અવળી અસર થશે.

સૌથી પહેલાં પૉર્નોગ્રાફી બંધ કરો. એને બદલે તમે હસ્તમૈથુન દરમ્યાન એક પ્રયોગ કરો. મૅસ્ટરબેશન દરમ્યાન તમને જેવું લાગે કે હવે ચરમસીમા આવી રહી છે એની થોડી ક્ષણો પહેલાં જ હસ્તમૈથુન અટકાવી દેવું. એ પછી થોડી વાર એમ જ બેસવું અને એ પછી ફરીથી હસ્તમૈથુન આગળ ધપાવવું. તમે આ જ પ્રયોગ યુરિન પાસ કરતી વખતે પણ કરી શકો છો. યુરિન પાસ કરતાં-કરતાં વચ્ચે ધારને એકાદ ક્ષણ માટે અટકાવી દો અને પછી પાછું નૉર્મલી યુરિન પાસ કરી દો. આમ કરવાથી તમારો સ્ખલન પર કાબૂ વધશે અને કૉન્ફિડન્સ પણ પાછો આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK