મારા પિરિયડ્સ બે-ચાર દિવસ આગળ-પાછળ થઈ જાય છે.માસિકની નિયમિતતા માટે શું કરવું?

Published: Nov 13, 2019, 15:13 IST | Dr. Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: જોકે હમણાંથી ક્યારેક મારા પિરિયડ્સ બે-ચાર દિવસ આગળ-પાછળ થઈ જાય છે જેને કારણે ચિંતા થઈ આવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

 

ડૉ. રવિ કોઠારી

 

સવાલ : હું ૨૬ વર્ષની છું. સગાઈ થઈ ગઈ છે, પરંતુ હજી દોઢેક વર્ષ અમે લગ્ન ન કરવાનાં હોવાથી એક્સ્ટ્રા કાળજી રાખવી પડે છે. અમે ફિઝિકલી ઍક્ટિવ છીએ અને એટલે ચિંતિત રહું છું. મોટા ભાગે હું પિરિયડ્સ પત્યા પછીનું પહેલું અઠવાડિયું અથવા તો પિરિયડ્સની તારીખના એક અઠવાડિયા દરમ્યાન જ સંબંધ રાખવાનું રિસ્ક લઉં છું. ભાગ્યે જ અમે વચ્ચેના દિવસોમાં સેક્સ માણ્યું હોય એવું બને છે. એવા સમયે મૉર્નિંગ-આફ્ટર પિલ લઈ લઉં છું. અમે અન્ય કોઈ કૉન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ ન કરતાં હોવાથી ગર્ભ ન રહી જાય એ માટે આ ટેક્નિક અપનાવી છે. જોકે હમણાંથી ક્યારેક મારા પિરિયડ્સ બે-ચાર દિવસ આગળ-પાછળ થઈ જાય છે જેને કારણે ચિંતા થઈ આવે છે. માસિકની નિયમિતતા માટે શું કરવું?

જવાબ :  જો માસિકની તારીખમાં બે-ચાર દિવસ જ આગળ-પાછળ થતા હોય તો એ માટે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવી જ હોય તો તમે જે કૉન્ટ્રાસેપ્ટિવ મેથડ અપનાવી છે એ કરો. ઘણી વાર અનપ્રોટેક્ટેડ સંબંધોને કારણે ગર્ભ રહી જશે તો એની ચિંતાને કારણે પણ માસિકચક્ર પર માઠી અસર પડે છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે પિરિયડ્સ દેખાય એના અઠવાડિયા પછીનો અને પિરિયડ્સ આવવાનો હોય એના એક અઠવાડિયા પહેલાંનો સમયગાળો સેફ ગણાય છે. જોકે આવી ગણતરી કે ધારણા ત્યારે જ કરી શકાય, જ્યારે પિરિયડ્સ રેગ્યુલર આવતા હોય. વળી, આ પદ્ધતિ ૧૦૦ ટકા સુરક્ષિત નથી. તમારા માસિકચક્રમાં જ્યારે નિયમિતતા નથી ત્યારે નૅચરલી સેફ દિવસોની ગણતરી કરવાનું ખતરાથી ખાલી નથી.

બીજું, મૉર્નિંગ-આફ્ટર પિલ સમાગમના ૭૨ કલાકની અંદર લેવામાં આવે તો જ અસરકારક નીવડે શકે છે. વારંવાર આ ગોળી લેવાથી ફર્ટિલિટીને પણ અસર પડે છે. આ ગોળી માત્ર ઇમર્જન્સીમાં જ વાપરવી જોઈએ, અવારનવાર નહીં. ૧૦૦ ટકા સુરક્ષા જોઈતી હોય તો કૉન્ડોમ જેવો સેફ વિકલ્પ અન્ય કોઈ જ નથી. એ તમને અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ઉપરાંત સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝથી પણ બચાવશે. લાંબા ગાળે તમે તમારી ફર્ટિલિટીને માઠી અસર ન થાય એવું ઇચ્છતાં હો તો તમારા પાર્ટનરે કૉન્ડોમ વાપરવું જ જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK