યોની પર ખજવાળવાની ટેવને લીધે મમ્મી મિસઅંડરસ્ટેન્ડ કરે છે, શું કરું?

Published: May 13, 2020, 22:34 IST | Dr.Ravi Kothari | Mumbai

આપણે ત્યાં વડીલો અનાયાસે એવી માન્યતા યંગ-એજમાં જ પેદા કરી દે છે કે પ્રાઇવેટ પાર્ટ્સને હાથ ન લગાડાય. નાનાં બાળકો પણ ત્યાં હાથ લગાડે ત્યારે વડીલો ટોકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૧૮ વર્ષ છે. જુનિયર કૉલેજમાં ભણું છું. મારી મમ્મીને એવું લાગે છે કે હું વધુપડતું ફિઝિકલ પ્લેઝર ઓરિઅન્ટેડ છું. વાત એમ છે કે ઊંઘમાં મને પ્રાઇવેટ પાર્ટ્સને ખંજવાળવાની આદત છે. અનાયાસે હાથ એ તરફ જતો રહે છે. ખણજ શરૂઆતમાં ગમે પણ પછી બળતરા અને ફોડલીઓ થાય. રાતના સમયે આવું થાય ત્યારે વાંધો નથી આવતો, પણ ક્યારેક બધા ઊઠી ગયા હોય અને હું સૂતી હોઉં ત્યારે આવું થાય ત્યારે મમ્મી ખિજાય છે. ઍક્ચ્યુઅલી મને ત્યાં ખંજવાળ વધુ આવે છે. વજન થોડુંક વધુ હોવાથી એ ભાગમાં પસીનો પણ બહુ થાય છે. પસીનો પ્રાઇવેટ પાર્ટ્સમાં જ સુકાઈ જતો હોવાથી થાઇઝ પાસે બહુ ખંજવાળ આવે છે. એનું શું કરવું? રોજ પાણીથી સાફ કરું છું, પણ એ છતાં ત્યાં અવારનવાર ફોડલીઓ થઈ આવે છે. ખણજને કારણે ઘસરકા પણ પડે છે શું કરવું?
જવાબ- આપણે ત્યાં વડીલો અનાયાસે એવી માન્યતા યંગ-એજમાં જ પેદા કરી દે છે કે પ્રાઇવેટ પાર્ટ્સને હાથ ન લગાડાય. નાનાં બાળકો પણ ત્યાં હાથ લગાડે ત્યારે વડીલો ટોકે છે. પાછું એવું કહેવામાં આવે છે કે ડાહ્નાં છોકરા-છોકરીઓ આવું ન કરે. આવું થવાને કારણે કિશોરાવસ્થામાં એ ભાગને સ્વચ્છ રાખવાની પ્રૅક્ટિસ ઘટી જાય છે.
પ્રાઇવેટ પાર્ટ્સને હાથ લગાડવો એ તદ્દન નૉર્મલ બાબત છે. બીજી વાત એ છે કે જો આ પ્રાઇવેટ પાર્ટ્સમાં ગાંઠ, ઇન્ફેક્શન કે બીજી કોઈ સમસ્યા હોય તો ત્યાં વ્યક્તિનું ધ્યાન દોરાય છે. સ્ત્રીએ યોનિમાર્ગ બહારથી નિયમિતરૂપે સાબુ તેમ જ હૂંફાળા પાણીથી ધોઈને ચોખ્ખા કપડાથી કોરો કરવો જાઈએ. આ ભાગ ધોતી વખતે એ ધ્યાન રાખવું કે પ્રાઇવેટ પાર્ટ્સ ધોવાની દિશા એકતરફી એટલે કે યોનિમાર્ગથી ગુદા તરફ હોવી જાઈએ, પણ રિવર્સ ડિરેક્શન નહીં. નહીંતર મળનું ઇન્ફેક્શન ક્યારેક યોનિમાર્ગમાં અને મૂત્રમાર્ગમાં થવાની કે ફેલાવાની સંભાવના રહે છે. ઘણી વાર પરસેવો જમા થવાને કારણે ઇન્ફેક્શનની શરૂઆત થાય છે. વાળ ન કાપવાને કારણે માસિક વખતે પણ હાઇજીન જળવાતું ન હોય તોપણ આવું થાય.વધુ ખંજવાળ આવતી હોય તો રાતના સમયે પૅન્ટી બદલી નાખવી. એ ઉપરાંત ઍન્ટિ-ફંગલ પાઉડર આવે છે એ છાંટવાનું રાખવું. એમ કરવાથી ત્યાં ભેજને કારણે ખણજ આવતી ઘટશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK