મારા મિત્રો કહે છે કે તને સેક્સની ઈચ્છા નથી થતી એ કંઈક ખોટું છે?

Published: Jan 21, 2020, 14:45 IST | Dr. Ravi Kothari | Mumbai

હવે મારી ગર્લફ્રેન્ડ કે જેની સાથે મારાં લગ્ન થવાનાં છે એની સાથે સંબંધ બાંધી શકીશ કે નહીં એની ચિંતા સતાવે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષ છે. કૉલેજમાં હતો ત્યારથી ઘણી ગર્લફ્રેન્ડ્સ હતી, પણ કદી ફિઝિકલી આગળ વધ્યો નહોતો. કિસ અને કૅરેસિંગથી આગળ કશું જ નહીં. રેગ્યુલર મૅસ્ટરબેશન કરું છું, પણ મારા મિત્રો અત્યાર સુધીમાં અનેક વાર ગર્લફ્રેન્ડ્સ સાથે સેક્સ માણી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે મને મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સની ઇચ્છા નથી થતી એ કંઈક ખોટું છે. એને કારણે હું ઇન્ટરકોર્સ કરી શકીશ કે નહીં એની ઍન્ગ્ઝાયટી રહે છે. અનુભવ લેવા માટે એક વાર હું કૉલગર્લ પાસે ગયેલો. જોકે એ વખતે થોડીક જ વારમાં ઇન્દ્રિય ઢીલી પડી ગઈ. ફરીથી ઉત્તેજના આવી, પણ ઑર્ગેઝમ આવીને વીર્ય નીકળ્યું જ નહીં. ત્યાંથી શરમિંદો થઈને નીકળી ગયો, પણ હવે મારી ગર્લફ્રેન્ડ કે જેની સાથે મારાં લગ્ન થવાનાં છે એની સાથે સંબંધ બાંધી શકીશ કે નહીં એની ચિંતા સતાવે છે.

જવાબ : લગ્ન પહેલાં સેક્સ સંબંધો ન વધારવા એવી દૃઢ માન્યતાને કારણે તમે અત્યાર સુધી ગર્લફ્રેન્ડ્સ સાથે આગળ નથી વધ્યા. તમારા અંતરાત્માની વાત મિત્રો સમજી શકતા ન હોવાથી કદાચ તેઓ તમને ચીડવતા હશે. જોકે એનાં પારખાં કરવા માટે બહારની કમર્શિયલ સ્ત્રી પાસે જવાનો નિર્ણય રિસ્કી હતો. બની શકે કે તમે પોતે કંઈક ખોટું કરી રહ્ના છો એની ચિંતાને કારણે સફળ ન થયા હોવ. જ્યારે પણ વ્યક્તિ પોતાનો અંતરાત્મા કનડે એવી પ્રવૃત્તિમાં સંકળાય છે ત્યારે તે યોગ્ય પર્ફોર્મ નથી કરી શકતી. ડરવું અને ઉત્તેજિત થઈને આનંદ અનુભવવો એ બે કામ કદી સાથે ન થાય.

તમે હસ્તમૈથુન કરો ત્યારે વીર્યસ્ખલન થાય છે અને ચરમસીમા અનુભવાય છે એ બતાવે છે કે તમારે તમારી સેક્સલાઇફ હેલ્ધી છે એ પુરવાર કરવા માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. મને આ ઍન્ગ્ઝાયટીનું પરિણામ વધુ લાગે છે. હસ્તમૈથુન દરમ્યાન ઇન્દ્રિયમાં યોગ્ય કડકપણું આવતું હોય, ચરમસીમા અનુભવાતી હોય અને સ્ખલન પણ થતું હોય તો સમાગમ દરમ્યાન પણ થશે જ, જરૂર છે તમે એ વખતે કોઈ સ્ટ્રેસમાં ન હો. લગ્ન થશે પછી તમારું મન પણ ભારણ વિનાનું હશે. તો હાથે કરીને વહોરેલી ચિંતાઓ ત્યાગીને ખુશ રહો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK