મારી ફ્રેન્ડ્સ કહે કે ડાબા હાથે મૅસ્ટરબેશન કરવાથી મારી હાઇટ નથી વધતી

Published: 13th October, 2020 14:28 IST | Dr.Ravi Kothari | Mumbai

કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એનો મહદંશે આધાર તેના જીન્સ પર રહેલો છે. હાઇટ વારસાગત હોય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ - મારી ઉંમર ૧૭ વર્ષ છે અને માસિક શરૂ થયાને ત્રણ વર્ષ થયાં છે. સામાન્ય રીતે છોકરીઓ ન કરે એવી હરકતની મને આદત પડી ગઈ છે. મારી ફ્રેન્ડ્સને રવાડે ચડીને હું હસ્તમૈથુન કરવા લાગી છું. છેલ્લા દોઢેક વરસથી આ ક્રિયા કરું છું. એને કારણે મારી હાઇટ વધવાની ઘટી ગઈ છે. જોકે મારી જેમ જ હસ્તમૈથુન કરતી મારી ફ્રેન્ડ્સની હાઇટ વધારે છે. આ બધી જ ફ્રેન્ડ્સ રાઇટ હૅન્ડેડ છે ને હું લેફટી. મારી ફ્રેન્ડ્સનું માનવું છે કે ડાબા હાથે મૅસ્ટરબેશન કરવાને કારણે મારી હાઇટ અટકી પડી છે, પણ હું કેમેય કરું મને જમણા હાથે ફાવતું જ નથી. એને કારણે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મૅસ્ટરબેશન કરવાનું જ છોડી દીધું છે. શું હવે મારી હાઇટ વધશે? મારી હાઇટ માત્ર પાંચ ફૂટની જ છે.
જવાબ - કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એનો મહદંશે આધાર તેના જીન્સ પર રહેલો છે. હાઇટ વારસાગત હોય છે. યોગ્ય પોષણ અને કસરતથી એમાં થોડોક વધારો કરી શકાય છે, પરંતુ એ ફરક પ્યુબર્ટી એજ દરમ્યાન જ પડી શકે છે. એવું કહેવાય છે કે માસિક ચક્ર શરૂ થાય એ પછીથી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય છે. એ માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે. માસિક બાદ તરત જ હાઇટ અટકી જશે એવું નથી, પરંતુ એ પછી હાઇટ વધવાનું ઘટી
જાય છે.
હાઇટ અને મૅસ્ટરબેશનને કોઈ લેવાદેવા નથી. એમાંય વળી ડાબા હાથે કરવું કે જમણા હાથે એ તો નકરી સુપરસ્ટિશન જેવી જ વાત છે. તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે. તમે જમણા હાથે કરશો તોપણ એમ જ રહેશે.
તમારા ફ્રેન્ડ્સને વારસાગત રીતે જ ઊંચી હાઇટ મળી હોઈ શકે છે એટલે તેમની સાથે સરખામણી કરવી વ્યર્થ છે. તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે ને એટલે છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું છે. આ કાગનું બેસવું
ને ડાળનું પડવું છે એને મૅસ્ટરબેશન સાથે સાંકળવાની કોઈ જરૂર નથી. હજીય જો તમારે હાઇટ વધારવી હોય તો પ્રોટીન, કૅલ્શિયમયુક્ત ખોરાક લો અને મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો. ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કૉપ હશે તો હાઇટ પણ વધશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK