સ્કિનને સૉફ્ટ બનાવશે રાઈનું તેલ

Published: 27th August, 2012 05:41 IST

સરસવનું તેલ માત્ર નાનાં બાળકોનાં હાડકાં માટે જ નહીં, પરંતુ મોટેરાઓની ત્વચા માટે પણ અનેક રીતે ઉપયોગી છે

રાઈના તેલના ફાયદા બધાને જ ખબર છે, પરંતુ આજ સુધી એ ફક્ત હાડકાં મજબૂત થાય એ માટેના મસાજ ઑઇલ તરીકે જ વાપરવામાં આવતું હતું. પરંતુ રાઈના તેલથી ચમકીલી સ્કિન પણ મળી શકે છે અને થિક વાળ પણ. રાઈના દાણામાંથી જ મળતા આ તેલથી ઘણા લોકો નિયમિતપણે પોતાના શરીર પર મસાજ કરે છે. આ તેલથી શરીર અને માથાને આરામ મળે છે. જોઈએ સ્કિન માટે રાઈનું તેલ કઈ રીતે ઉપયોગી છે.

ક્લેન્ઝિંગ

રાઈના તેલનો સૌંદર્ય માટેનો સૌથી મોટો ફાયદો એ છે ત્વચા પર ક્લેન્ઝર તરીકે કામ કરે છે. અઠવાડિયામાં બે વાર ચહેરા પર રાઈના તેલથી મસાજ કરવામાં આવે તો ત્વચાની અંદર રહેલી ડર્ટ નીકળી જાય છે. શરીરના જૉઇન્ટ્સ, ગરદન અને પગની પાની પર નિયમિતપણે રાઈનું તેલ ઘસવાથી સ્કિન પર એક કુદરતી ચમક આવશે. રાઈના તેલને બીજી કોઈ ચીજ સાથે મિક્સ ન કરવું. રાઈનું તેલ શરીરને રિલૅક્સ કરે છે.

મૉઇસ્ચરાઇઝ

રાઈના તેલથી ત્વચા પર મસાજ કરતા મૉઇસ્ચરાઇઝ કરે છે. નૅચરલ બ્યુટી પ્રોડક્ટ તરીકે રાઈનું તેલ વાપરી ત્વચાનું ખોવાયેલું મૉઇસ્ચર પાછું મેળવી શકાય. ફેસપૅકમાં પણ જો રાઈના તેલનાં થોડાં ટીપાં ઉમેરવામાં આવે તો શાઇની અને સુંવાળી ત્વચા ઘરબેઠાં મેળવી શકાય છે. જો ત્વચા પર ફક્ત રાઈનું તેલ લગાવવું હોય તો થોડાં ટીપાં હથેળી પર લઈ ચહેરા પર સક્યુર્લર મોશનમાં હળવા હાથે મસાજ કરો. ત્યાર બાદ ૧૦ મિનિટ રહેવા દો અને ધોઈ નાખો. આનાથી ચહેરા પર ગ્લો આવશે.

વાળનો ગ્રોથ વધારે

રાઈનું તેલ એ ફક્ત બાળકોના મસાજ માટેનું જ નથી. બધાની સ્કિન અને વાળ માટે ઉપયોગી છે. આપણા દેશના કેટલાક પ્રદેશના લોકો તો નિયમિતપણે વાળમાં રાઈનું તેલ લગાવે છે. રાઈના તેલથી વાળ સફેદ નથી થતા. થોડા હૂંફાળા રાઈના તેલથી માથામાં મસાજ કરતા સ્ટ્રેસમાં પણ આરામ મળે છે. રાઈનું તેલ સદીઓથી વાળને મજબૂત બનાવવા માટે તેમ જ વાળની ગ્રોથ વધારવા માટે વપરાતું આવ્યું છે. વાળમાં લગાવતી વખતે જો રાઈના તેલની વાસ ન ગમે તો એમાં નારિયેળ કે બદામનું તેલ મિક્સ કરી શકાય.

ચળકતી ત્વચા

ફ્લોલેસ અને ગ્લોઇંગ ત્વચા મેળવવી હોય તો રાઈનું તેલ સૉલ્યુશન છે. રાઈના તેલને ચણાનો લોટ સાથે મિક્સ કરો. એમાં થોડું દહીં અને થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર ૧૦-૧૫ મિનિટ સુધી લગાવો. ઠંડા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં બે વાર આ ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી ત્વચાની કાળાશ દૂર થશે, કાળા ડાઘ દૂર થશે તેમ જ ત્વચા કુદરતી રીતે ચમકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK